The news is by your side.

જીવલેણ રોગો સામે રક્ષણ મેળવવા રાજપીપળામાં આ રીતે હોળી પ્રગટાવાઈ:વાંચો એહવાલ

0 616

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી, રાજપીપળા)

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની આદિત્ય સોસાયટીમાં લોકોએ ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવાનો સંકલ્પ કર્યો હતો.તેઓ હોળી પ્રગટાવવામાં સોસાયટીમાં લાકડાનો ઉપયોગ નહિ કરી તમામ ઘરો માંથી ગાયનું છાણું મંગાવી એમાં તુલસી,કપૂર મૂકી હોળીમાં મૂકી હોળી પ્રગટાવી હત્તી.આમ કરવાથી હોળી પ્રગટાવવા દરમિયાન નીકળતો ધૂમાળો હવામાં ફેલાયેલા સ્વાઈન ફલૂ,ચિકન ગુનિયાના જમ્સ મારી નાખશે અને લોકોને રાહત રહેશે.રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટી,લીમડા ચોક,લાલ ટાવર વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ હોળીકા દહન થયું હતું.
રાજપીપળાના શિક્ષિત વર્ગની આ સોસાયટી દ્વારા દર વર્ષે કંઈક વિશેષ કરવામાં આવે છે.તેઓ છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂકે છે.લાકડાથી પ્રદુષણ થાય છે અને વૃક્ષો પણ કાપવા પડે છે,જેથી ગૌ શાળા માંથી સૂકું છાણ ખરીદી એ છાણાંને ગોઠવી હોળી પ્રગટાવવામાં આવી હતી.એ હોળીમાં ખાસ કરીને મોટી માત્રામાં કપૂર,તુલસી,એલચી અને કેટલાક ઔષધીય પદાર્થો મુકવામાં આવ્યા હતા.સાથે સાથે તમામ ઘરેથી એક છાણ મંગાવી એના પર કપૂર,એલચી,તુલસી સળગાવી ધુમાડો ઘરોમાં ફેરવતા ફેરવતા લોકો આવ્યા હતા.જેનાથી આખી સોસાયટીમાં કુદરતી અને આર્યુર્વેદિક ધૂમાળો ફેલાવવાથી સ્વાઈન ફલૂ,ચિકન ગુનિયા જેવા રોગોથી સોસાયટી મુક્ત બનશે મચ્છર માખીનો ઉપદ્રવ પણ દૂર થશે.

 

 

(અમારા અન્ય સમાચાર જાણવા તમેં અમારું ફેસબુક પેજ લાઈક કરો,તમે અમને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો) 

 

 

 

હોળી પર્વની શુભકામનાઓ…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.