The news is by your side.

નર્મદાના આદિવાસીઓને રોજગારી મળે એ માટે નર્મદા પ્રેરણા યાત્રાનું આયોજન 

0 525

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી,રાજપીપળા)

નર્મદા જિલ્લાના આદિવાસી તેમજ ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસન થકી રોજગારીનું નિર્માણ થાય તે માટે 22 થી 25 Dec 2018 દરમ્યાન 9મી નર્મદા પ્રેરણા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતું.રાજપીપળામાં પોતાનું બાળપણ વિતાવનાર ભરૂચ સ્થિત ભરૂચ સ્થિત સર્વ હૅપીનેસ ફાઉંડેશનના સ્થાપક નીતિન ટેલર દ્વારા આ આયોજન કરાયું હતું.નર્મદા પ્રેરણા યાત્રા માટે ઑનલાઇન ઍપ્લિકેશન દ્વારા અરજી માંગવામા આવી હતી.જેમાંથી ઉત્તર પ્રદેશ,બિહાર,મહારાષ્ટ્ર,આસામ, ઓરિસ્સા,મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાથી આવેલ ૧૨ જેટલા યુવાનો-યુવતીઓએ ભાગ લીધો હતો.અત્યાર સુધી યોજાયેલી 8 જેટલી વિવીધ યાત્રામા દેશના 18 વિવિધ રાજ્યોમાથી કુલ 200 જેટલા યુવાન યુવતીઑ ભાગ લઈને પ્રેરણા લઈ ચૂક્યા છે.

ભરૂચ નર્મદા જીલ્લાનુ ગુજરાતના વિકાસમા વિશેષ યોગદાન રહ્યુ છે.નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમા ઘણા રમણીય પ્રવાસન સ્થળો આવેલા છે. અને પ્રવાસનની ઘણી તકો રહેલી છે.જે થકી અહીં વસતા આદિવાસી લોકોને રોજગારીની તકો ઉભી કરી શકાય છે.આ યાત્રામા 4 દિવસ દરમ્યાન ભરૂચ નર્મદા વિસ્તારમા શિક્ષણ,આરોગ્ય,કૃષિ,ગૌ શાળા તેમજ  ઈકો ટૂરિસમ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની મુલાકાત કરીને નિષ્ણાંતો દ્વારા ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારનો વિકાસ તેમજ રોજગારીની તકો ઉભી કરવા માટે માર્ગદર્શન તથા પ્રેરણા આપવામા આવ્યું હતું. જેમાં ઝગડિયા સ્થિત સેવા રૂરલ,ગુમાનદેવ સ્થિત વિવેકાનંદ ગ્રામીણ ટેકનીક કેન્દ્ર,રતન પોર ગામ ખાતે સીદી જાતિના લોકો તેમજ જુનારાજ સ્થિત ઇકો ટુરીસમ સાઈટ,હલદરવા ગામ ખાતે આવેલી મધુવન ગૌ શાળાની મુલાકાત કરવામાં હતી.

યાત્રાના પ્રથમ દિવસે ઝઘડિયા નજીક આવેલ રતનપોર ગામમાં વસતા મૂળ સાઉથ આફ્રિકાના એવા સિદી જાતિના લોકોની મુલાકાત કરી હતી.આ લોકો 600 જેટલા વર્ષો અગાઉ અહીં સ્થાયી થયા હતા.દેખાવે આફ્રિકન પણ ગુજરાતી બોલનારા લોકોને જોઈને એવું લાગે કે સાઉથ આફ્રિકા ગુજરાત માં વસી ગયું છે.આ સિદી જાતિ પર રિસર્ચ કરનાર અમેરિકા ની યુનિવેસિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ UCLAના પ્રોફ્સર એમી અને યુનિવર્સિટી ઓફ શિકાગોના PHDના વિદ્યાર્થી જાસમીન તેમજ રાજપીપળાના પ્રિન્સ માન્વેન્દ્રસિંહજી ગોહિલ તેમજ એકલવ્ય સંસ્થાના સ્થાપક સોનલ બેન પટેલ સાથે પણ મુલાકાત થઈ હતી અને તેમના દ્વારા સિદી જાતિના લોકો માટે ચાલુ કરેલ શિક્ષણ તેમજ આરોગ્ય માટેના સામાજિક પ્રોજેકટની જાણકારી મળી હતી.સિદ્દી લોકોને પડતી મુશ્કેલીઓ ની પણ ચર્ચા થઇ હતી.સિદી લોકોનું ધમાલ નૃત્ય આખા વિશ્વ માં પ્રખ્યાત છે.જો તેમની આ નૃત્યનો સારો પ્રચાર કરી તેમની દ્વારા આ ગામ માં પ્રવાસન થકી રોજગારી ઉભી કરી શકાય છે.રતનપોર ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ બાવાગોરની દરગાહની પણ મુલાકાત લેવામાં આવી હતી.

ગુજરાતની સ્વિર્ઝેર્લેન્ડ અને મીની કાશ્મીર ગણાતા એવા કરજણ ડેમની પાછળ આવેલા જુનારાજ સ્થિત ઇકો ટુરીસમ સાઈટની મુલાકાત દરમ્યાન ત્યાંના આદિવાસી યુવા અને યુવતીઓ સાથે મુલાકાત કરીને તેમની માટે પ્રવાસન થકી પ્રોજેક્ટ ચાલુ કરી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદના સુલતાનના આક્રમણોથી બચવા માટે રાજપીપળાના શાસન કરનારાઓએ 15 મી સદીમાં રાજપીપલાનું કિલ્લોને સાતપુડા પર્વતો અને કરજણ નદીના કાંઠે આવેલા જુના રાજમાં સ્થાપેલું ત્યાં વર્ષો જુના બાંધેલા મહલ અને પૌરાણિક શિવ મંદિરના અવશેષો પણ જોયા હતા. 

 

ભરૂચ નજીક આવેલ હલદરવા ગામ ખાતે સ્થિત આવેલ મધુવન ગીર ગૌ શાળાની મુલાકાત દરમ્યાન તેમના સ્થાપક રવિ પટેલ તેમજ તેમના ભાઈ પ્રણવ પટેલ દ્વારા પંચગવ્ય ચિકિત્સા તેમજ ગૌ મૂત્ર તેમજ છાણ માંથી બનાવેલ 80 જેટલી પ્રોદુક્ટ્સની જાણકારી આપી હતી.તેઓ એમના ગામના વિધવા મહિલાઓને ગૌ આધારિત પ્રોડક્ટ્સની તાલીમ આપીને રોજગારી તેમજ સ્વસ્થ જીવન જીવવનાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

યાત્રા દરમ્યાન Statue of Unity ની પણ મુલાકાત લેવામાં આવી હતી .Statue of Unityના નિર્માણ પછી નર્મદા જીલ્લામાં પ્રવાસનની અઢળક તકો ઉપલબ્ધ થશે.પણ ઘણા ઓછા લોકોને આજુબાજુના આદિવાસી વિસ્તાર તેમજ કુદરતી સ્થળોની માહિતી હોય છે.નર્મદા પ્રેરણા યાત્રા દ્વારા નીતિન ટેલર અહીં આવતા પ્રવાસીઓ ને આવા વિવિધ સ્થળો સાથે જોડીને ત્યાંના આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે.ટૂંક સમયમાં સર્વે હેપ્નીસ ફાઉંન્ડેસન દ્વારા આદિવાસી લોકોને પ્રવાસન અંગેની તાલીમ આપવામાં આવશે જે થકી તેઓ સ્વનિર્ભર બનશે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.