The news is by your side.

નર્મદા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ભીલની વરણી 

0 512

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:સરપંચ પરિષદ ગુજરાત એક એવી સંસ્થા છે કે જે સરપંચોને તમામ રીતે મદદગાર થઈ જરૂરી માહિતી પૂરી પાડે છે.ગુજરાત સરપંચ પરિષદ “ફોરમ ફેડરેશન ઓફ રિલાએબલ એમીનીટી એન્ડ મેનપાવર” સંચાલિત સલાહકાર સમિતિ છે.ગુજરાત સરપંચ પરિષદના નર્મદાના પ્રમુખ તરીકે સક્રિય યુવા આગેવાન ગરુડેશ્વર તાલુકા ભાજપ મહામંત્રી,ગરુડેશ્વર તાલુકાની વવીયાલા ગ્રામ પંચાયતના યુવા અને શિક્ષિત સરપંચ જીતેન્દ્રભાઈ વીપીનભાઈ ભીલની વરણી કરી છે.

નર્મદા જીલ્લા પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ વડોદરા,ભરૂચ નર્મદા એમ ત્રણ જીલ્લાના બનેલા નર્મદા ઝોન સમિતિના કારોબારી સભ્ય તરીકે પણ જીતેન્દ્રભાઈ વીપીનભાઈ ભીલની નિમણૂંક કરવામાં આવી છે.જીલ્લાના અન્ય હોદેદારો અને ઝોન સમિતિ ડેલીગેટની ટુંક સમયમાં નિમણૂંક કરવામાં આવશે.નર્મદા જિલ્લા સરપંચ સંઘના પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ વીપીનભાઈ ભીલને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન-હાલના તમામ હોદ્દેદારો,કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી છે.

 

નર્મદા જિલ્લા સમિતિ માટે નામ સુચવી શકો છો.

જીતેન્દ્રભાઈ વીપીનભાઈ ભીલ 95372 11427 મો.નં પર નર્મદા જિલ્લા સમિતિ માટે ઉપયોગી સરપંચોના નામ સૂચવી શકો છો.સરપંચ પરિષદ ગુજરાતના ચેરમેન જુવાનસંગ ડોડીયાને 9904099050 મો.નં પર સારા મિત્રોના નામ સૂચન કરી સરપંચ પરિષદ ગુજરાત હેલ્પલાઇન 063533 95375 નોંધી સરપંચ પરિષદ મજબૂત બનાવી શકો છો.

 

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.