The news is by your side.

રાજપીપળા પાલિકા ભાજપ સભ્યોએ પક્ષના આદેશની અવગણના કરતા સંગઠને કડક નિર્ણય લીધો:વાંચો એહવાલમાં

0 581

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકામાં સોમવારે સામાન્ય સભા મળી હતી,જેમાં કારોબારી સમિતિમાં રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુન્તઝીર ખાન શેખ અને કોંગ્રેસી કોર્પોરેટર ભરત વસાવાને સમાવવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો.રાજપીપળા પાલિકા ભાજપ સભ્યોએ અગાઉ લીધેલા આ નિર્ણય બાબતે ભાજપમાં જ ભારે નારાજગી છવાઈ હતી.બીજી બાજુ રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે રાજપીપળા પાલિકા ભાજપ સભ્યોને કારોબારી સમિતિમાં વિપક્ષી સભ્યોને સમાવવા સંમતિ ન આપવા રીતસરની લેખિતમાં નોટિસ આપી હતી.અને જો એમ કરાયું તો એ સભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી પણ આપી હતી.તે છતાં રાજપીપળા પાલિકા ભાજપ સભ્યોએ પક્ષના આદેશની અવગણાના કરી એની પાછળનું કારણ એ હોય શકે કે છેલ્લા કેટલાક વખતથી શહેરનો વિકાસ અટક્યો છે એ આગળ ચાલે.પણ પક્ષના આદેશની ધરાર અવગણાના ગંભીર બાબત જરૂર કહેવાય.

શુ કહ્યું નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકા કારોબારી સમિતિમાં વિપક્ષી સભ્યોને સમાવવા પ્રદેશ ભાજપે પણ ચોખ્ખી ના પાડી હતી,પ્રદેશના આદેશ મુજબ મેં રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી કમલેશ પટેલને જાણ કરી હતી કે વિપક્ષી સભ્યોનો બહારથી ટેકો લેવો હોય તો લેવાનો પણ કારોબારીમાં સમાવેશ નહિ કરવાનો.તે છતાં પાલિકા કારોબારી બેઠકમાં વિપક્ષી સભ્યોને સમાવવાનો જે નિર્ણય લેવાયો છે એ બાબતે અમે પ્રદેશને જાણ કરીશું હવે પ્રદેશ ભાજપે નિર્ણય કરવાનો છે કે એમની સામે શુ પગલાં લેવા.

શુ રાજપીપળા પાલિકાના ભાજપ સભ્યો વિરુદ્ધ પગલાં લેવાશે?

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે પાલિકા ભાજપના પૂર્વ 4 સભ્યો હરદીપસિંહ ગોહિલ,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપના સક્રિય સભ્ય પદેથી દૂર કર્યા હતા.પાલિકાની કારોબારી બેઠક પેહલા શહેર ભાજપે પાલિકા ભાજપ સભ્યોને એક નોટીસ પાઠવી હતી અને એમાં કારોબારીમાં વિપક્ષી સભ્યોને સમાવવા મંજૂરી ન આપવા જણાવાયું હતું,તો એમ ન કરી એ સભ્યોએ પણ પક્ષના આદેશની અવગણના કરી કહેવાય.તો શું એ 4 સભ્યોની જેમ આ 11 સભ્યો વિરુદ્ધ પણ પક્ષ કાર્યવાહી કરશે કે એકને ગોળ તો એકને ખોડની નીતિ અપનાવશે એ જોવું રહ્યું.

ગુજરાત પ્રદેશ ભાજપના આદેશની પાલિકા સભ્યો અવગણાના કરી શકે એટલી એમની હિંમત ખરી?

રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષના સભ્યોને ન સમાવવા પ્રદેશ ભાજપે નિર્ણય કર્યો હોવા બાબતની જાણ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે અગાઉ શહેર ભાજપના હોદ્દેદારો અને પાલિકાના પૂર્વ પ્રમુખને કરી હતી.હવે પક્ષના આદેશની અવગણાના કરવાની હિંમત ખુદ પીએમ મોદીમાં નથી તો આ તો એક નગરપાલિકાના સભ્યો છે તેઓ હિંમત કરી જ ન શકે.પણ શું આમ કરવા પાછળ એમને કોઈકનું પીઠબળ મળ્યું હશે કે પછી આ આખી ઘટનાની અગાઉથી જ સ્ક્રીપ્ટ લખાઈ ગઈ હશે એ મુદ્દે વિચાર કરવા જેવો ખરો.

વહીવટ કરવા માટે રાજપીપળા પાલિકા સભ્યોનો આ નિર્ણય યોગ્ય કહેવાય?

ગુજરાતમાં ભલે ભાજપની સરકાર છે પણ હાલમાં સરકારની વિવિધ કમિટીઓમાં કોંગ્રેસના સભ્યોનો સમાવેશ થયો જ છે.નર્મદા જિલ્લા પંચાયતમાં ભલે હાલ કોંગ્રેસ-બિટીપી નું ગઠબંધન છે પણ એમાની એક કમિટીમાં નર્મદા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા કિરણ વસાવાને સ્થાન અપાયું જ છે.આ ફક્ત વહીવટ સરળ રીતે ચાલે એનો જ એક ભાગ છે.હવે રાજપીપળા પાલિકાના સરળ વહીવટ માટે પાલિકા સભ્યોનો આ નિર્ણય યોગ્ય જ કહી શકાય.પણ જો ભાજપ માં જ એનો વિરોધ થતો હોય તો નિર્ણય અંગે વિચારવા જેવું ખરું.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.