The news is by your side.

રાજપીપળા પાલિકાની સામાન્ય સભા તોફાની બની,જાણો શુ છે એનું કારણ

0 982

Get real time updates directly on you device, subscribe now.

“સાહેબ તમને ગરીબ આદિવાસીઓ સાથે વેર છે,તમે 250 આવાસના ફોર્મ દબાવી રાખ્યા છે:રાજપીપળા પાલિકા સભ્ય સંદીપ દશાદીએ સીઓ ને જાહેર બોર્ડ મિટિંગમાં રોકડું પરખાવ્યું”

 

“જો હવે વિકાસના કામો નહિ થાય તો અમે ઉપવાસ આંદોલન કરીશું,તમારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત મુકીશું:રાજપીપળા પાલિકા ભાજપ સભ્ય સંદીપ દશાદી સીઓ અમિત પંડ્યાને બોર્ડ મિટિંગમાં ચીમકી આપી”

 

“સાહેબ તમારે તો ઓફિસમાં બેસી રેહવાનું છે,અમારે તો પ્રજાને જવાબ આપવાનો છે:વિપક્ષી સભ્ય સલીમ સોલંકીએ CO ને જાહેરમાં રોકડું પરખાવ્યું”

 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા સભાખંડમાં પ્રમુખ જીગીશા ભટ્ટની અધ્યક્ષતામાં નગરપાલિકાનો 2018-19 ના વર્ષનો એપ્રિલ 2018 થી માર્ચ 2019 સુધીનો વાર્ષિક હિસાબ તથા 2019-20 ના વર્ષનો એપ્રિલ 2019 થી જૂન 2019 સુધીનો ત્રિમાસિક હિસાબ મંજુર કરવા બાબતની કારોબારી કમિટીની જનરલ બોર્ડ મિટિંગ મળી હતી.આ બેેઠકમા પાલિકા મુખ્ય અધિકારી અમિત પંડયા,કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ સહિત સતા પક્ષ અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક શરૂઆતમાં જ રાજપીપળા શહેરમાં વિકાસના કામો મુદ્દે તોફાની બની હતી.રાજપીપળા પાલિકાના અપક્ષ સભ્ય સલીમ સોલંકી,ભાજપના સભ્ય સંદીપ દશાદી,અપક્ષ સભ્ય મહેશ વસાવા સહિત અન્ય સભ્યોએ જાહેર બોર્ડમાં જ વિકાસના કામો મુદ્દે પાલિકા સીઓ અમિત પંડ્યાનો ઉગ્ર સ્વરે ઉધડો લીધો હતો.એ તમામ સભ્યોએ એવા આક્ષેપો લગાવ્યા હતા કે તમે જ્યારથી પાલિકા સીઓ નો ચાર્જ લીધો છે ત્યારથી શહેરમાં કોઈ વિકાસના કામો થયા નથી.ભાજપ સભ્ય સંદીપ દશાદીએ પાલિકા સીઓ વિરુદ્ધ ઠપકા દરખાસ્તની ચીમકી આપતા એવા આક્ષેપો કર્યા હતા કે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીએ કહ્યું છે કે તમે સહી આવાસના ફોર્મ પર સહી કરો તો પણ તમે જાણી જોઈને 250 આવાસ યોજનાના ફોમ ડાબી રાખ્યા છે.કોઈ પણ દાખલા પર સહી નથી કરતા.જ્યારથી સીઓ આવ્યા ત્યારથી લોકો હેરાન કરો છો તમને ગરીબ આદિવાસીઓ સાથે વેર છે.જો હવે કોઈ કામ નહીં થાય તો અમે બધા સભ્યો ઉપવાસ પર બેસીશું.સલીમ સોલંકીએ એવા આક્ષેપો કર્યા હતા કે અગાઉના બોર્ડમાં તમામ સભ્યોની સંમતિ હોવા છતાં રાજપીપળા શહેરમાં સ્પીડ બ્રેકર નથી બન્યા,વરસાદમાં પડેલા ખાડા નથી પુરાયા,રાજપીપળા ગાર્ડનમાં બોર નથી બનાવ્યો.સાહેબ તમારે તો ઓફિસમાં રેહવાનું છે શહેરની જનતાને જવાબ અમારે આપવાનો છે.દરમિયાન એક સમય તો એવો આવી ગયો હતો કે આ તમામ સભ્યો પોતાની બેઠક પરથી ઉભા થઇ જઈ ઉગ્ર સ્વરે રજૂઆતો કરતા હતા.

 

હવે આ બેઠક વધુ તોફાની બને એ પેહલા રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ અને કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલે તમામ સભ્યોને વિકાસના કામો થવાની બાંહેધરી આપી હતી ત્યારે મામલો થાળે પડ્યો હતો.બાદ આ બેઠકમા પાલિકા કારોબારીમાં વિપક્ષના સભ્યો મુન્તઝીરખાન શેખ અને ભરત વસાવાને કારોબારી સમિતિમાં સમાવવા સહિત વિવિધ વિકાસના કામો અંગેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો.રાજપીપળા પાલિકા વિપક્ષનેતા મુન્તઝીરખાન શેખે બાવાગોળ ટેકરીમાં એક પાણીનો બોર મંજુર કરાવતા ત્યાં વર્ષો જૂની પાણીની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.