The news is by your side.

નાંદોદના પોઇચા ભાઠામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે સીએમ રૂપાણીને રજુઆત

0 593

Get real time updates directly on you device, subscribe now.

“પોઇચા ગ્રામપંચાયતની હદમાં ખેતી લાયક જમીનમાં ક્વોરી ચાલતી હોવા બાબતે સરપંચે લેખિતમાં સીએમ રૂપાણીને ફરિયાદ કરી”

 

“ગરૂડેશ્વરમાં બની રહેલ ટ્રાયબલ મ્યુઝિયમ માંથી કરોડો રૂપિયાની માટી ચોરી બાદ તુરંત પોઇચામાં પણ ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતાં ખનિજ માફિયાઓ પર લગામ કસવી તંત્ર માટે અતિ આવશ્યક”

 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે નિર્માણ પામી રહેલ દેશનું પ્રથમ આદિવાસી મ્યુઝિયમ માંથી કરોડો રૂપિયાની માટી ચોરી કૌભાંડ બાદ નર્મદા કલેકટર આઈ.કે.પટેલે નર્મદા જિલ્લામાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર વોચ રાખવા તંત્રને આદેશ આપ્યા છે.હવે એ કૌભાંડ બાદ નાંદોદના પોઇચા ભાઠા માંથી પણ ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજ ચોરી થતી હોવાની લેખિત ફરિયાદ પોઇચના સરપંચ દિપક વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરતા ખળભળાટ મચી ગયો છે.પોઇચાની હદમાં સર્વે નંબર 352 પૈકીમાં લિઝ ધારકને અગાઉ 1.35 કરોડનો દંડ અને બાદ પાંચ માસ અગાઉ પણ મામલતદારે રેડ કરી 4.50 કરોડનો દંડ કર્યો હતો ત્યારે અધિકારીઓના મેળાપીપળામાં ન જેવો દંડ ભરાવી લિઝ ચાલુ કરાવી દીધી હોવાની રજુઆત પોઇચા સરપંચે કરતા નર્મદા જિલ્લા ખાણ ખનીજ અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવી કાઢે એમ છે.

એ વિસ્તારની આજુબાજુના ખેતરમાં ક્વોરીનો ડસ્ટ ઉડવાથી ખેડૂતોના ઉભા પાકને અને પર્યાવરણને નુકશાન થતું હોવાથી આ ક્વોરી વહેલી તકે બંધ કરાવવાની માંગ પોઇચા સરપંચે કરતા નર્મદા જિલ્લા કલેકટર આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે એવી માંગ પણ ઉઠી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અવાર નવાર ખનીજ ચોરી અને રેતી ચોરીની ફરિયાદો ઉઠી રહી છે,આ મામલે ભરૂચ-નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ અગાઉ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી હતી.બીજી બાજુ પોઇચા સરપંચે જે રજુઆત કરી છે એ મામલામાં ભાજપના જ એક મોટા માથાની સંડોવણી હોવાની શંકાઓ સેવાઇ રહી છે ત્યારે વારંવારની ફરિયાદ બાદ તંત્રના માથાનો દુખાવો બની ગયેલા આવા ખનીજ માફિયાઓ ઉપર નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ લગામ લગાવે એ જરૂરી બન્યું છે.

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.