The news is by your side.

સુરત-રાજપીપળા એસ.ટી.બસના કંડક્ટરની પેસેન્જર સાથે દબંગાઈ:જુઓ વિડીયો

0 975

Get real time updates directly on you device, subscribe now.

(કંડક્ટરની દબંગાઈ સાબિત કરતો વિડીયો)
વિશાલ મિસ્ત્રી રાજપીપળા:સુરત રાજપીપળા રૂટની એક બસમાં કંડક્ટર પોતાની  દબંગાઈ બતાવી હતી.એણે ઉતાવળે ચઢવા જતા પેસેન્જરોને આટકાવ્યાં હતા અને બસ છૂટી જશે કહી બેસવા જતા પેસેન્જરો જોડે અપશબ્દો બોલી વચ્ચે 50 જેટલા પેસેન્જરોને ઉતારી દીધા હતા.જેને લીધે અંકલેશ્વર રાજપીપળા સહિતના પેસેન્જરો રાત્રે અટવાયા હતા તો એક પેસેન્જરે સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(પીડિત વૃદ્ધની પોતાની સાથે થયેલ અન્યાય મુદ્દે તંત્રને રજુઆત)
ગુજરાત સરકારે હાથ ઉંચો કરો અને બસમાં બેસો એવો નિયમ બનાવ્યો છે.ત્યારે ખોટમાં ચાલતી એસટી વિભાગના એક કંડક્ટરની દબંગાઈ સામે આવી છે.સુરતથી રાજપીપળા સાંજે 7 કલાકે આવતી બસની રાહ જોઈ પેસેન્જરો સુરત ડેપોમાં ઉભા હતા અને બસ આવી તો ડેપોમાં માંડ અડધી મિનિટ ઉભી રાખીને ઉપાડી દેતા હજુ પેસેન્જરો બેસી પણ શક્યા નહોતા છતાં કંડક્ટરે ઉતાવળ કરી બસ જવા દેતા એક બે પેસેન્જર રહી ગયા હતા,બાદ તેઓ દોડીને બસમાં ચઢી તો ગયા હતા પણ કંડક્ટર લાલ ઘુમ થઇ ગયો ગમે તેમ ગાળો ભાંડી હાથ અને લાતોથી પેસેન્જરને માર મારવા લાગ્યો હતો.બસમાં મહિલાઓની પણ વધુ સંખ્યા હોવા છતાં કંડક્ટર બેફામ ગાળો બોલતો હતો અને ટિકિટ કાઢવાનું મશીન ચારથી પાંચ વાર માથામાં મારી દેતા એક પેસેન્જરને લોહી લુહાણ કરી મુક્યો હતો.ગંભીર ઈજાઓ પહોંચાડી અંદર બેસેલા અન્ય પેસેંજરો કંડક્ટરને ફરી વળતા કંડક્ટરે ટિકિટનું મશીન નથી ચાલતું એવું બહાનું કાઢી વરાછા પાસે તમામને ઉતારી મુક્યા હતા.આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયલ થતા લોકો સમાજ માંથી આ કંડક્ટર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.જોકે જે ઈજાગ્રસ્ત પેસેન્જર પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
(પીડિત વૃદ્ધ લોહી લુવાણ હાલતમાં)

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.