The news is by your side.

વડોદરામાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની મેચમાં સટ્ટો રમતો મુંબઈનો બુકી મેહુલ જૈન ઝડપાયો

0 214

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:હાલમાં વર્લ્ડ કપ 2019 રામાઈ રહ્યો છે,ત્યારે મોટા મોટા શહેરોમાં ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટો રમતો હોવાના એહવાલ ગુજરાત પોલીસને પ્રાપ્ત થયા છે.વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોટ તથા સંયુક્ત પો.કમિશનર કેસરીસિંહ ભાટી,ના.પો.કમિશનર ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ હાલમાં ક્રિકેટ મેચ દરમિયાન રમતા સટ્ટા પર વોચ રાખી કાર્યવાહી કરવાની સૂચના આપી છે.વડોદરા શહેર પી.સી.બી ઇન્ચાર્જ પીઆઈ આર.સી.કાનમીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એચ.સોલંકી તથા એ.ડી.મહંત પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન મુંબઈનો નામચીન બુકી મેહુલ જૈન તથા એના સાગરીતો વડોદરામાં સમા સાવલી કેનાલ રોડ પરના અર્થ એમ્બોસિયા એપાર્ટમેન્ટમાં ફ્લેટ 501 ભાડે રાખી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી વડોદરા પીસીબી પીએસઆઈ એ.ડી.મહંતને મળી હતી.

બાતમીને આધારે એ જગ્યા પર રેડ કરતા ત્યાં 6 વ્યક્તિઓ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા લાઈવ મેચ પર સટ્ટો રમાડતા હોવાનું જણાઈ આવ્યું હતું.બાદ વડોદરા પીસીબી પોલીસ ટીમે એ 6 વ્યક્તિઓ સાથે 33,37,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચાલુ કરી છે.તો બીજી બાજુ આ સટ્ટો રમાડવા માટે મકાન ભાડે આપનાર દાહોદના સચિન પ્રવીણ શ્રીમારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સટ્ટો રમતા કોણ કોણ ઝડપાયું

(1)મેહુલ યશવંત જૈન(રહે.21/એ પદ્મશ્રી ભુવન પહેલોમાળ રૂમ નં 10 મુંબઇ,મહારાષ્ટ્ર સી.પી સ્ટેટ ચર્ચ હેડ)…સટ્ટો રમાડનાર મુખ્ય બુકી

 

(2)મનીષ દશરથ જયસ્વાલ(રહે.274 એમજી રોડ ગોરાસા કસબા,એમપી)…વડોદરાના ગ્રાહકનો સટ્ટો લેનાર

 

(3)હેનીલ પ્રવીણ જૈન(રહે.601 રાજકમલ સ્ટુડિયો કમ્પાઉન્ડ,ગાંધી હોસ્પિટલ પાસે મુંબઈ)….મુંબઈના ગ્રાહકનો સટ્ટો લેનાર

 

(4)સિકંદર જોગિંદર પાસવાન(રહે.ટાડી ગામ,જી.દારબગા બિહાર)…મુંબઈના ગ્રાહકનો સટ્ટો લેનાર

 

(5)અમન સંજય શર્મા(રહે.જી/4 શ્રીધર એપાર્ટમેન્ટ,રામ મંદિરની ગલી ગાંધીસાગર મહેલ,નાગપુર મહારાષ્ટ્ર)….એકાઉટન્ટ

 

(6)અનુરાગ વોનોદ ખેટ(રહે.બી/77/4 સેબારી બજાર,ઝાંસી યુપી)…તમામ લાઈનનો ભાવ લેનાર

 

(7)અમિત ગોવિંદ પટેલ(રહે.ગોવિંદ ક્રિષ્નનગર ઊંઝા)…..મકાન ભાડે રાખનાર તથા મુંબઈનો સટ્ટો લેનાર

 

કયો કયો મુદ્દામાલ કબજે કર્યો

30 લાખની કિંમતની બીએમડબલ્યુ કાર, 11,000 રૂપિયા રોકડા, 2,50,500 રૂપિયાના 17 નંગ મોબાઈલ, 1000 રૂપિયાની કિંમતનું એક જીઓ રાઉટર, 40,000 રૂપિયાનું એલ.સી.ડી ટીવી, 35,000 રૂપિયાની કિંમતનું એક લેપટોપ મળી કુલ 33,37,500 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.