The news is by your side.

નર્મદાના સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારીઓની શાળા પ્રવેશોત્સવ વિરોધની ચીમકી

0 333

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગુજરાત રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને આંદોલન છેડયું છે.જેમાં માંગણીઓ બાબતે રાજ્ય શિક્ષણ સચિવ એમ.આઈ.જોશી દ્વારા કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર કરવાની સાથે ગમે તેમ અપશબ્દો બોલી અને ગત 9 જૂનના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ હાજર ન રહેવાનો પરિપત્ર કરી જે ઓરમાયું વર્તન કરાયો હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ હેમંત બારોટ અને કર્મચારીઓએ હકીકત દર્શાવી પોતાની પડતર માંગણીઓ સ્વીકારવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટરને સુપ્રત કર્યું છે.
એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી મંડળ દ્વારા ત્રણ મહિના પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના સંદર્ભે મિટિંગ માટે કર્મચારીઓને ગાંધીનગર બોલાવ્યા હતા.જેમાં રજુઆત કરતા સમગ્ર અધિકારીઓની માંગણીઓ સ્વીકારવાની સહમતી છતાં શિક્ષણ સચિવ એમ.આઈ.જોશી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ગમે તેમ અપશબ્દો બોલવામાં આવ્યા હતા.જે બાબતેને લઈને રાજ્યના અમારા તમામ કર્મચારીઓ રોષે ભરાયા છે.અને જો પોતાની માંગણી નહીં સ્વીકારાય તો હવે ઉગ્ર આંદોલન કરશે અને આગામી શાળા પ્રવેશોત્સવનો પણ વિરોધ કરશે એવી ચીમકી આપી છે.ત્યારે શિક્ષણ વિભાગના કર્મચારીઓની માંગને લઈને હાલ નર્મદા જિલ્લામાં નવો વિવાદ ઊભો થયો છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.