The news is by your side.

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપના આકાશ ઉદવાણીનો પ્રચાર નોંધપાત્ર

0 1,158

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

 

2019 લોકસભા ચૂંટણી માટે ગુજરાતની છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસે પહેલેથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો.ભાજપ માંથી રામસિંહ રાઠવાને રિપીટ કરવા મુદ્દે જિલ્લા સંગઠનમાં જ વિરોધના સુર ઉઠ્યા હતા.જોકે છેલ્લી ઘડીએ ભાજપે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય એવા ગીતાબેન રાઠવાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

પરંતુ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હતા અને ભાજપે એક મહિલાને પોતાના ઉમેદવાર બનાવ્યા જેથી ભાજપના કાર્યકરો ચિંતામાં મુકાયા હતા.પણ કરો યા મરો એમ વિચારી ભાજપના કાર્યકરો પ્રચારમાં લાગી ગયા હતા.પરંતુ આ તમામમાં છોટાઉદેપુર જિલ્લા યુવા ભાજપના કોષાધ્યક્ષ અને વ્યવસાયે બિલ્ડર એવા વર્ષોથી ભાજપના સંનિષ્ઠ યુવાન કાર્યકર આકાશ ઉદવાણીએ પોતાની યુવા ટીમ સાથે બીજી તરફ પ્રચારનો મોરચો સાંભળી લીધો,દિવસ રાત એક કરી ગામે ગામ ખૂંદી વળ્યાં,બુથ મેનેજમેન્ટ થી લઈને મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ પણ સફળ બનાવ્યો અને એના પરિણામ સ્વરૂપે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો.આકાશ ઉદવાણીના આવા પ્રચાર કાર્યને ભાજપના અન્ય પીઢ કાર્યકરોએ અને હોદ્દેદારોએ પણ બિરદાવ્યો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આકાશ ઉદવાણીએ ખંતથી કરેલ પાર્ટીના પ્રચારની નોંધ ઉચ્ચ કક્ષાએ પણ લેવાઈ છે,સાથે સાથે જો છોટાઉદેપુર લોકસભા બેઠક ભાજપ ભારે બહુમતીથી જીતશે તો એ જીતમાં આકાશ ઉદવાણીનો પણ સિંહફાળો હશે એમ કહીએ તો ખોટું નથી.હવે 23મી એપ્રિલે જ્યારે મતદાન યોજાયું તો આકાશ ઉદવાણીએ “મતદાન મારો અધિકાર” “મતદાન મારી જવાબદારી” એમ માની પોતાના માતા-પિતા સાથે મતદાન કરી લોકશાહીનો ઉત્સવ મનાવ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.