The news is by your side.

ગરૂડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમ માટી ચોરીમાં આવ્યો નવો વળાંક:વાંચો વિશેષ એહવાલ

0 830

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટ ભારતનું પહેલું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર ખાતે સર્વે નંબર 235/1/બ વાળી 1 લાખ હેકટર ચો.મી જમીન માંથી હજારો મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ હોવાની માહિતી મળી હતી.જેથી ગાંધીનગરની આદિજાતી વિભાગના મુખ્ય કારોબારી અધિકારી ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી દ્વારા આ મામલે નર્મદા જિલ્લા કલેકટર અને પ્રયોજન વહીવટદારને 20/11/2018ના રોજ પત્ર લખી જાણ કરી હતી.બાદ નર્મદા જિલ્લા કલેકટરના આદેશ મુજબ નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગે સંયુક્ત રીતે ધનિષ્ઠ તપાસ હાથ ધરતા ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી દીપેશ દિવેટિયાએ સર્વે કરી માપણી કરતા ત્યાંથી 475901.5558 મેટ્રિક ટન મળી કુલ 7,13,85,233 (સાત કરોડ તેર લાખ પંચ્યાસી હજાર બસ્સો તેત્રીસ) રૂપિયાની માટી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.જેથી ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દીપેશ દિવેટિયાએ ગરૂડેશ્વર પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હવે આ તપાસમાં વધુ તથ્યો જાણવા ગરૂડેશ્વર પોલીસ દ્વારા નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ પાસે આ માપણી કોની હાજરીમાં માપણી કરાઈ છે એના ફોટો,ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારી સિવાય કોઈએ આ મામલે  પત્ર લખ્યો છે કે કેમ એની નકલ તથા ગરૂડેશ્વર ગ્રામ પંચાયતના તલાટી કે સરપંચ દ્વારા આ માટી પ્રકરણ સંદર્ભે પત્રો કે રજુઆત કરી છે કે નહીં? સહિત અનેક સ્ફોટક માહિતી માંગી હતી.એ માહિતીના આધારે ખાણ-ખનીજ વિભાગે ગરૂડેશ્વર પોલીસને આ તમામ સ્ફોટક માહિતી ગરૂડેશ્વર પોલીસને સુપ્રત કરાઈ છે.આ પ્રકરણમાં એક ઉચ્ચ અધિકારી અને ભાજપના એક નેતાની સંડોવણી હોવાની ચર્ચાઓને લઈને નર્મદા પોલીસ તપાસના નામે માહિતીઓ મંગાવી કેસને લુલો કરવા માંગે છે કે પછી વધુ એવીડન્સ મેળવી માટી ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે એ તો સમય જ બતાવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ આ પ્રકરણમાં નર્મદા જિલ્લાના તત્કાલીન કલેકટર આર.એસ.નિનામા સામે ગંભીર આક્ષેપો લગાવી CBI તપાસની માંગ કરી છે સાથે સાથે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ પણ CBI તપાસની માંગ કરી છે.આવનારા સમયમાં આ મામલો વધુ જોર પકડશે એ વાત ચોક્કસ માનવી રહી.

 

આ જમીન આદિજાતિ વિભાગની હોય તો રોયલ્ટી કોના હેડ પર જમા થાય એ પ્રશ્ન ગૂંચવણ ભર્યો.

ગાંધીનગરથી આદિજાતિ વિભાગે પત્ર લખી ગરૂડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમની જમીન આદિજાતિ વિભાગની હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.હવે આ જમીન માંથી જો નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીએ માટી ખોદવાની જો પરવાનગી આપી હોય તો એ માટે આદિજાતિ વિભાગની મંજૂરી લીધી છે કે કેમ,માટી ખોદકામની રોયલ્ટી નિયમ મુજબ નર્મદા જિલ્લા આદિજાતિ વિભાગના હેડ પર જમા થઈ હોવી જોઈએ ત્યારે રોયલ્ટી કોના હેડ પર જમા થઈ છે એ તપાસનો વિષય છે.અને જો રોયલ્ટી આદિજાતિ વિભાગ સિવાયના કોઈ અન્ય વિભાગમાં જમા થઈ હોય તો એનું શું કારણ હોય શકે એ પ્રશ્ન ગૂંચવણ ભર્યો જરૂર કહી શકાય.

 

6 મહિના સુધી માટી ચોરી થતી રહી તંત્રને એ કેમ ન દેખાયું.

ગાંધીનગર આદિજાતિ વિભાગે પત્રમાં એમ જણાવ્યું છે કે ટ્રાયબલ મ્યુઝિયમમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી થઈ છે.એ વિસ્તાર પરથી રોજે રોજ નર્મદા જિલ્લાના અધિકારીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે અવરજવર થતી રહેતી હતી.તો શું એમને આ માટી ચોરી થતી દેખાઇ નહિ હોય કે પછી કોઈકની આમાં સંડોવણી હોવાથી અધિકારીઓએ આંખે પાટા બાંધ્યા હશે એ બાબત ચર્ચાનો વિષય બની છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.