The news is by your side.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપળા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધ નર્મદા હરીફાઈ યોજાઈ

0 187

Get real time updates directly on you device, subscribe now.

જયેશ દોશી રાજપીપળા:રજવાડી નગરી રાજપીપલા આમ પણ કલાકારોને પ્રોત્સાહિત કરવામાં સદા અગ્રેસર છે.અને અહીં નાના પ્લેટફોર્મ પરથી પર્ફોમન્સ કરી દેશ અને દુનિયામાં પોતાની કલાને ઉજાગર કરતા કલાકારોએ પણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.ત્યારે આવા કલાકારોને પ્રોત્સાહિત કરવા તથા એક પ્લેટફોર્મ આપવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી રાજપીપળાની સેવાભાવી સંસ્થા ગણાતી જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનની મહિલા પાંખ દ્વારા સંચાલિત જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપલા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવા સુપર બાલક  બાલિકા ઓફ ધ નર્મદા હરીફાઈનું આયોજન હાથ ધરાયુ હતું.
રાજપીપળાના ટાઉન હોલમાં ખીચોખીચ મેદની વચ્ચે કાર્યક્રમનું દીપપ્રગટય ઉદ્ધઘાટક અને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A ના પ્રમુખ અશોકભાઈ બારોટ  તથા અતિથિ વિશેષ પૂર્વ ડિરેક્ટર બાલ-મહિલા આયોગ શ્રીમતી ભારતીબેન તડવી અને જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન 3 A યુનિટ 4 ના ડાયરેક્ટર શ્રીમતી દત્તા બેન ગાંધી,શ્રીમતિ મનીષાબેન ગાંધી,શ્રીમતિ નમિતાબેન મકવાણાની ઉપસ્થિતિમાં થયું હતું.આ પ્રસંગે આ કાર્યક્રમના નિર્ણાયક ડો.રુચીબેન શાહ તથા શ્રીમતી ચિંતલબેન પંડ્યાએ ખાસ ઉપસ્થિત રહી આ ખુબજ અઘરી ગણાતી હરીફાઈમાં પોતાનો નિર્ણય આપ્યો હતો.કુલ 22 બાલક-બાલિકાઓ એ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમાં ચાર વિભાગમાં દરેક વિભાગમાં ખુબજ રસાકરશીભર્યું વાતાવરણ બન્યું અને મોટા કલાકારોને છાજે તેવું પર્ફોમન્સ આ બાળકોએ આપ્યું.
કાર્યક્રમનો ઉદ્દેશ સમજવતાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા  સાહેલીના પ્રમુખ શ્રીમતી કૃતિબેન મઢીવાળાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું કે આપણા જ વિસ્તારના બાળકોને એક પ્લેટફોર્મ મળે અને તેઓ આગળ આવ તે ઉદ્દેશ્યથી અમે દર વર્ષે આ કાર્યક્રમ કરી બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ.જયારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલીના મંત્રી મહેરુનીશાબેન શેખે જણાવ્યું કે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દેશ અને દુનિયામાં સામાજિક કામો અને સેવા માટે પ્રચલિત છે.ત્યારે રાજપીપલા અને નર્મદા  જિલ્લો પણ આ સેવાકીય કાર્યો આગળ ધપાવી રહ્યો છે તેનો અમને આનંદ છે.જાયન્ટ્સ વેલ્ફેર  ફાઉન્ડેશનના યુનિટ 4 ના ડિરેક્ટર દત્તાબેન ગાંધીએ ગર્વથી જણાવ્યું કે અમારા આ પ્રયત્નો થકી અહીંના નાના સ્ટેજથી શરૂઆત કરી મોટા શહેરોમાં પરફોન્સ કરતા દીકરા દીકરીઓને જોઈને અમને વિશેસ ગર્વ થાય છે કે અમે શરૂ કરેલ આ કાર્યથી અહીંના સ્થાનિક બાળકો આગળ આવી રહ્યા છે.જોકે અમારા આ કાર્યક્રમમાં વય મર્યાદા માત્ર 14 વર્ષની જ છે તેથી વધુ મોટા બાળકોને સમાવી શકતા નથી.પરંતુ ભવિષ્યમાં મોટાઓ માટે પણ આવા કાર્યક્રમો કરવાની તેમને ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ચાર ગ્રુપ પીકી ગ્રુપ પૈકી A બોય્સમાં પ્રથમ ખુશ ઘનશ્યામભાઈ બારોટ,દ્વિતીય પરમ જયેશભાઇ પંચાલ અને તૃતીય તીર્થ અલ્પેશભાઈ પંચોલી તથા ગ્રુપ B ગર્લ્સમાં પ્રથમ જેસિકા યોગેશભાઈ ભટ્ટ દ્વિતીય હેતીક રોશનકુમાર પટેલ,તૃતીય ગીત પ્રવીણ ચંદ્ર પટવારી અને સોનમ મેહુલભાઈ માછી તથા ખાસ ચતુર્થ ઇનામ ઈશા એમ.જયસ્વાલને ફાળે ગયું હતું.આજ ગ્રુપમાં નિર્ણાયકો તરફથી ખાસ બે ઇનામો પ્રિયાંશી  સંજયભાઈ માછી તથા રિદ્ધિ અભિજીત પંચાલને આપવામાં આવ્યા હતા.ગ્રુપ C બોય્સમાં પ્રથમ જય  જે.રાવલ તથા દ્વિતીય પ્રિયાંશુ સી.સોલંકી અને સુરપ્રાઈસ ઈનામ કાર્તિક સંજયભાઈ માછીને આપવાંમાં આવ્યા હતા.ગ્રુપ D ગર્લ્સમાં પ્રથમ પરી  રાજેશભાઈ પટેલ અને દ્વિતીય સંસ્કૃતિ જયેશભાઇ પંચાલ રહ્યા હતા તમામને ગિફ્ટ શ્રીમતિ મનીષાબેન ગાંધીના સૌજન્યથી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન નિશાબેન પંચાલે કર્યું હતું તથા કાર્યક્રમને સફળ બનવવા તમામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપલા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.આ કાર્યક્રમને ધારીખેડા નર્મદા ખાંડઉદ્યોગ સહકારી મંડળીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના ખાસ આશીર્વચન પ્રાપ્ત થયા હતા.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.