The news is by your side.

બોલો માનશો નર્મદાના આ ગામમાં 3 થી 4 કિલોનું એક લીંબુ ઊગ્યું:વાંચો રસપ્રદ એહવાલ

0 1,046

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

 

વજનમાં ભારે ભરખમ તડબૂચ,સક્કરટેટી સહિત અનેક બીજા ફળોના ઝાડ નથી હોતા.એ જમીન પર વેલા પર જ ઉગે છે.જો આવા ભારે ભરખમ ફળો ઝાડ પર ઉગે તો વધારે વજન હોવાને કારણે આપોઆપ તૂટીને નીચે પડી જાય.પણ અહીંયા વાત છે લીંબુની,લીંબુ મોટે ભાગે આપણે દરેક જગ્યાએ એક દમ નાના જોયા હશે.એક લીંબુનું વજન બોવ તો બોવ 10 થી 15 ગ્રામ હશે.પરંતુ નર્મદા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં એક યુવાન ખેડૂતને ત્યાં એક લીંબુ 3 થી 4 કિલોનું ઉગે છે,અને પાછું આટલુ વજન હોવા છતાં પણ નીચે પડતું નથી.આને કુદરતનો કરિશ્મો ગણો કે જે ગણો એ પણ આ વાત એટલી જ સત્ય છે.

 

અહીંયા વાત છે નર્મદા જિલ્લાના કુમસગામના એક યુવાન આદિવાસી ખેડૂત ગુલુભાઈ વસાવાની,તેઓને ત્યાં બે થી ત્રણ લીંબુના ઝાડ છે.તેઓ સમયે સમયે આ લીંબુ તોડીને નજીકની એક ફાર્મસીમાં દવા બનાવવા માટે આપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.પણ એક આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 2 વર્ષથી એમના આ લીંબુના ઝાડ પર 3 થી 4 કિલોનું એક લીંબુ મળી એવા 20 થી 25 લીંબુ ઉગે છે.અને વળી પાછા આટલું વજન હોવા છતાં પણ એ આપો આપ ઝાડ પરથી નીચે તૂટીને પણ પડતા નથી.જો કે આટલા વજનમાં ભારે લીંબુ નર્મદા જિલ્લામાં કદાચ કોઈ પ્રથમ ખેડુતને ત્યાં જ ઉગતા હશે એમ કહીએ તો ખોટું નથી.સાથે સાથે આ બાબત નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગ માટે અભ્યાસનો એક વિષય પણ બની ગઈ છે.નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગે આ આદિવાસી ખેડુતને મળી એ કઈ રીતે લીંબુના ઝાડની માવજત કરે છે,શુ શુ કાળજી રાખે છે એ મામલે અભ્યાસ કરવો જોઈએ.અને જો સારા પરિણામની આશા દેખાય તો સરકારને રિપોર્ટ કરી આ પ્રોજેકટને દેશવ્યાપી બનાવવા અપીલ પણ કરવી જોઈએ,તો ભવિષ્યમાં લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતોને સારો એવો ફાયદો પણ થઈ શકે છે.અને જો આ પ્રોજેકટને દેશ વ્યાપી બનાવાય તો એનો પૂરેપૂરો શ્રેય નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ગુલુભાઈ વસાવાને જ જશે એમા કોઈ બે મત નથી.બીજી બાજુ આવા અનેક ઉત્સાહિત યુવાનોને નાંદોદ તાલુકાના ગામકુવા ગામના સમાજસેવક અતુલ વસાવા પ્રોત્સાહિત પણ કરે છે.લીંબુનું વધુ ઉત્પાદન કરી વધારે આવક મળે એ માટે ગુલુભાઈ વસાવાને સરકાર તરફથી કોઈ સરકારી સહાય અપાવવાના અતુલભાઈ વસાવાએ પ્રયાસો પણ હાથ ધર્યા છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.