The news is by your side.

“માનવતા ને જ પ્રથમતા” સૂત્રને પોલીસ વિભાગના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ સાર્થક કર્યું

0 569

Get real time updates directly on you device, subscribe now.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)

 

નર્મદા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ગત તારીખ 21/4 2019 રવિવારના રોજ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ચૂંટણી પ્રચાર અર્થે લોક સંપર્ક બાઈક રેલી કાઢવામાં આવી હતી.દરમિયાન આ રેલીમાં ભાગ લેવા જતા યુવા ભાજપના બે કાર્યકરોની બાઈકનો હેલંબી પુલ પાસે સામેથી આવતી બાઈક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.

 

આ અકસ્માત અંગે બંદોબસ્તમાં હાજર પોલીસ ડિપાર્ટમેન્ટના સી.આઈ.ડી વિભાગના ઈન્ટેલિજન્સ ઓફિસર સી.વી.મછાર તથા આસીસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીને જાણ થતાં બંને પોલીસ જવાનો બંદોબસ્ત છોડી ઘટના સ્થળે પહોંચી નર્મદા જિલ્લા 108ના અધિકારીને ફોન કરી અકસ્માત અંગે વાકેફ કરી,તાત્કાલિક 108 મોકલવા જણાવ્યું હતું.જોકે બે યુવાનોનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બે યુવાનો ગંભીર ઈજાના કારણે કણસી રહ્યા હતા.જેથી પોલીસ જવાનોએ એક ગાડી રોકી તેમા.એક યુવક અક્ષય ગોહિલને ગ્રામજનોની મદદ લઈ બેસાડી સિવિલ હોસ્પિટલ રાજપીપળા સારવાર કરવા મોકલી આપ્યો હતો.અને બીજો યુવાન ધ્રુવ કહારને પોતાના પ્રાઈવેટ વાહનમાં બેસાડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
     

 

આમ ઉપરોક્ત બે યુવાનો પૈકી ધ્રુવ કહારને પોલીસ વિભાગના બંને જન સેવકો દ્વારા માનવતા દાખવી વિવેક બુધ્ધિનો ઊપયોગ કરવાથી યુવકને બચાવી શક્યા હતા.બન્ને જન સેવકો દ્વારા ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું છે.આવા નિષ્ઠાવાન અને કાર્યદક્ષ પોલીસ જવાનોનુ પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે તો અન્ય પોલીસ કર્મચારીઓ અને સમાજના લોકોને જરૂરથી મદદ કરવાની પ્રેરણા મળી શકશે.ખરા અર્થમાં “માનવતાને જ પ્રથમતા “સુત્રને આ પોલીસ વિભાગના જન સેવકોએ સાબિત કર્યું છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.