The news is by your side.

નર્મદાના આદિવાસી યુવાને બુદ્ધિથી AC બનાવ્યું:તમે પણ બનાવી શકશો,જાણો કેવી રીતે

0 1,295

Get real time updates directly on you device, subscribe now.

 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:અત્યારે ગરમીનો પ્રકોપ વધતા આકરા ઉનાળાની શરૂઆત થઇ છે.આખો દિવસ પોતાની AC કેબિન અને રૂમમાં રહેતા ધનાઢય લોકોને તો આકરી ગરમી કોને કહેવાય એ તો ખુલ્લા વાતાવરણમા ફરે તો જ  ખબર પડે.હવે ગરીબ પરિવારના વ્યક્તિએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આવી આકરી ગરમીમાં પણ કામ તો કરવું જ પડે,એ બિચારો ક્યાં AC લેવા જવાનો છે.પણ ચ્હા અને ભજીયા બનાવી ગુજરાન ચલાવતા નર્મદા જિલ્લાના એક શિક્ષિત આદિવાસી યુવાન સુરેશ તડવી પોતાની બુદ્ધિ મુજબ જુગાડ કરી AC બનાવ્યું છે.જે આકરી ગરમીમાં એને AC જેવી જ ઠંડક આપી રહ્યું છે.

જુગાડ AC બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો?

નર્મદા જિલ્લાના કેવડિયા નજીક લીમડી બાર ફળિયા ગામે ચ્હા,ભજીયા સહિત પરચુરણ વસ્તુએ વેંચતા આદિવાસી યુવાન સુરેશ તડવી એક પતરાના શેડ વાળા મકાનમાં દુકાન અને મકાન બનાવી રહે છે.આકરા ઉનાળાની શરૂઆત થઈ એટલે પતરાવાળા મકાનમાં એને પણ અસહ્ય ગરમીનો એહસાસ થયો.આર્થિક તંગીને કારણે AC વસાવી શકે એમ હતું જ નહીં.એટલા માં જ એણે પોતાના ઘરમાં 20 લિટરનો એક ફાટેલો કારબો જોયો અને વેસ્ટ માંથી બેસ્ટ જુગાડ કરી AC બનાવવાની યુક્તિ સુજી.

કેવી રીતે બનાવ્યુ જુગાડ AC?

સુરેશ તડવીએ 20 લીટરનો એક ફાટેલો પ્લાસ્ટિકનો કાર્બો લીધો એને કાપી પાછળ વેસ્ટ પડેલી લોખંડની જાળી ફિટ કરી સાથે ઘાસ બાંધ્યું અને આગળ ટેબલ ફેન ફિટ કરી બાંધી દીધો અને પાણી ભરી દીધું.આ જુગાડ AC માં સુરેશે અંદર બરફ નાખવાની શરૂઆત કરી ત્યારે 2 ટનના AC જેવી જ ઠંડક હાલ એ જુગાડ AC માંથી મળી રહી છે.

શુ કહેવું છે સુરેશ તડવીનું?

આટલી કારમી મોંઘવારીમાં AC લાવવું પોસાય એમ જ નથી.પણ ગરમી તો બધાને જ લાગવાની.વેસ્ટ માંથી બેસ્ટ જુગાડ AC બનાવવું સૌથી સહેલું અને સસ્તું પણ છે.જે બજારમાંથી મોંઘું ડાટ AC ન લાવી શકતા હોય એ આવું AC બનાવી ઠંડક મેળવી શકે છે.હાલ મેં મારી દુકાનમાં જે જુગાડ AC બેસાડયું છે એ જોવા ઘણા લોકો આવે છે,ઠંડકનો અનુભવ થાય તો તેઓ મારી પાસેથી AC બનાવવાની રીત પૂછે છે અને હું એમને શીખવાડુ પણ છું.જે ગરીબ લોકોના પૈસા બચ્યા એ.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.