The news is by your side.

7મી એપ્રિલે વડોદરા ખાતે શિમ્પી સમાજના લક્ષ્મી મંગલ નવા કાર્યાલયનુ ઉદઘાટન.

0 204

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા:વડોદરા ખાતે આવેલ પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર સામે નવાજ બનેલ ઇંફિનિટી આર્કેડ બિલ્ડીંગમા આવેલ શિમ્પી સમાજનું નવા લક્ષ્મી મંગલ કાર્યાલયનુ ઉદઘાટન 7મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે જાણીતા ફિલ્મ કલાકાર ગોવિંદ નામદેવના હસ્તે રાખવામાં આવેલ છે.આ કાર્યાલયમાં સન્ત શિરોમણી નામદેવ મહારાજની પ્રતિમાનુ પણ સ્થાપન અને પૂજન પણ  કરવામા આવશે .
શ્રી ક્ષત્રિય અહિર શિમ્પી સમાજ વડોદરાના અધ્યક્ષ  ચન્દ્રકાન્ત માન્ડગેના જણાવ્યા અનુસાર દરજી તરીકે ઓળખાતા શિમ્પી સમાજના ગુરુ શ્રી નામદેવ મહારાજનો વિશાળ ભક્તગણ વડોદરા અને તેની આસપાસમા વિશાળ સંખ્યામા પથરાયેલો છે.આ સૌ ભક્તોને હવેથી નવા કાર્યાલય ખાતે જાણીતા ફિલ્મી કલાકાર ગોવિંદ નામદેવની ખાસ ઉપસ્થિતિ ઢોલ ત્રાંસાના નાદ સાથે નામદેવ મહારાજ નીભવ્ય  શોભાયાત્રા અને પ્રતિમા પૂજન મહારાજના દર્શનનો લાભ મળશે.ગુજરાતના આ પ્રથમ નામદેવ મંદિર બનશે,જે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત,રાજસ્થાન,હરિયાણા,મધ્યપ્રદેશ,પંજાબ,ઉત્તરપ્રદેશ વગેરે જગ્યાએ વસેલા દરજી સમાજના પ્રત્યેક માટે આ ગૌરવપ્રદ બનશે.7 મી એ સવારે દંતેશ્વર તળાવથી ઢોલ ત્રાંસાના નાદ સાથે નામદેવ મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળીને સવારે 11 વાગ્યે શિમ્પી સમાજના નવા કાર્યાલય પર પહોંચશે.ત્યાં એમની પ્રતિમાનુ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક પૂજન થશે.ત્યારબાદ સર્વે ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સિંઘમ,ઓ માય ગોડ… વગેરે પ્રખ્યાત ફિલ્મના કલાકાર ગોવિંદ નામદેવ શ્રી નામદેવ મહારાજના પરમ ભક્ત છે અને તેમણે વડોદરા શિમ્પી સમાજના અગ્રણી મદન એન.પવારની વિનંતીને માન આપીને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે.આ કાર્યક્રમમા વડોદરા શિમ્પી સમાજના પ્રત્યેક  કુટુંબીજનો પણ ઉપસ્થિત રહેવાના છે.મધ્યવર્તી સંસ્થાના અધ્યક્ષ સુનિલ નિકુમ્ભ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી ઓ થઈ રહીં છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.