The news is by your side.

ભરૂચ દુધધારા ડેરી વા.ચેરમેન અને ડેડીયાપાડા ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી!!…

0 705

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ભરૂચ દૂધધારા ડેરીના વા.ચેરમેન અને બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ પાણી વિતરણ વ્યવસ્થા મુદ્દે 13 મી મેં સુધી સમગ્ર નર્મદામાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો નર્મદા ડેમની મુખ્ય કેનાલના ગેટ બંધ કરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવીશું એવી ચીમકી આપી હતી.જેને લઈને આંદોલનનું આમંત્રણ અપાતા બેનરો સોસીયલ મીડિયામાં ફરતા થયા હતા.તો આ ચીમકીને પગલે BTP કાર્યકરો જો કેનાલના ગેટ બંધ કરવા આવે તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થવાના એંધાણ હતા.આ આંદોલનને પગલે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કેવડિયા જતા તમામ માર્ગો પર પોલીસ અને SRP સહિત 400થી વધુ અધિકારી,જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી જેમાં 2 SP, 4 DYSP, 8 PI સહિત 400 થી વધુ પોલીસનો કાફલો તૈનાત હતો,સાથે સાથે સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું હતું.
હવે પોતાની ચીમકી મુજબ ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા પોતાના હજારો સમર્થકોના કાફલા સાથે કેવડિયા તરફ નર્મદા ડેમની મેઈન કેનાલના ગેટ બંધ કરવા આગળ વધી રહ્યા હતા.દરમિયાન તેઓ કેવડિયા પહોંચે તે પહેલાં જ એમની રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે અટકાયત કરવામાં આવી હતી.જેથી છંછેડાયેલા મહેશ વસાવા એમના ટેકેદારો સાથે રોડ પર બેસી ગયા હતા અને મોદી અને રૂપાણીની હાય હાય બોલાવી હતી.દરમિયાન એમની સાથે પોલીસનું હલકું ઘર્ષણ પણ સર્જાયું હતું.પોલીસની ઘણી સમજાવટ બાદ મહેશ વસાવા અને એમના 400 જેટલા કાર્યકરો રસ્તા પરથી ઉભા થતા એ તમામને ડિટેન કરી જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે જઈને મામલો થાળે પડ્યો હતો.નર્મદા બંધની મુખ્ય નહેર બંધ કરી ડેડીયાપાડા ધારાસભ્ય અને બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા તથા એક હજાર જેટલા કાર્યકરો મુખ્ય કેનાલને બંધ કરવા જવાના હતા.પરંતુ જુદી જુદી જગ્યાએ લગભગ 1000 જેટલા બીટીપી કાર્યકર્તાઓ અને આંદોલનકારીઓને નર્મદા પોલીસે અટકાયત કરી હતી.જેને પગલે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા છંછેડાયા હતા અને એમણે જણાવ્યું હતું કે આગામી 31 મે સુધીમાં જો સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી.તેઓએ એમ પણ જણાવ્યું હતું કે એરપોર્ટ રેલવે અને ગુજરાતના તમામ માર્ગને અને ગુજરાતની મુખ્ય મુખ્ય જગ્યાઓ છે એ તમામ જગ્યાઓએ બંધ પાડવામાં આવશે.ગુજરાત સરકાર સમજી જાય અને 31મી સુધીમાં પાણીનો પ્રશ્ન હલ કરે.આજે અટકાયત કરાયેલા કેટલાકને રાજપીપળા પાસે આવેલા જીતનગર પોલીસ ક્વાર્ટરમાં તથા કેટલાકને કેવડિયા પોલીસ સ્ટેશનમાં રખાયા હતા.આ અંગે ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે લગભગ પાંચસોથી એક હજાર જેટલા આંદોલનકારીઓની નર્મદા નહેરની મુખ્ય કેનાલ પાણી બંધ કરવા જતા હતા તે માટે અટકાયત કરી છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.