The news is by your side.

ડેડીયાપાડા APMC ચૂંટણીમાં ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ મોતીસિંહ વસાવાની હાર..

0 2,519

Get real time updates directly on you device, subscribe now.

રાજપીપળા:નર્મદા જિલ્લાની ડેડીયાપાડા APMCની ખેડૂત વિભાગની 8,વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક મળી કુલ 14 બેઠકોની ચૂંટણી માટેનું 12/9/2018ના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું.જેમાંથી વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકોની ચૂંટણી યોજાય એ પેહલા જ ફોર્મ ચકાસણીના અંતે ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા.જ્યારે ખેડૂત વિભાગની 8 બેઠકો માટે કુલ 17 ઉમેદવારી પત્રો ભરાયા હતા.આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો હતો જ્યારે ભાજપ પ્રેરિત પેનલની હાર થઈ હતી.
ડેડીયાપાડા APMC ખાતે 3/12/2018ના રોજ નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 138 માંથી 135 મતદારોએ મતદાન કર્યું હતું.જેની 4/12/2018ના રોજ મત ગણતરી બાદ આ તમામ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થયો હતો જ્યારે ભાજપ પ્રેરિત પેનલનો સફાયો થયો હતો.પણ ડેડીયાપાડા APMC ખેડૂત વિભાગની યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ ડેડીયાપાડાના માજી ધારાસભ્ય,માજી વનમંત્રી એવા મોતીસિંહ વસાવાએ પણ પોતાનું નસીબ અજમાવી ઉમેદવારી નોંધાવી હતી.પણ આ સામાન્ય ચૂંટણીમાં પણ એમની હાર થતા જિલ્લા ભાજપમાં સોંપો પડી ગયો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે મોતીસિંહ વસાવાની વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા બેઠક પરથી હાર થઈ હતી,એ બાદ APMCની ચૂંટણીમાં પણ હાર થતા એમની સતત બીજી હાર આવનારી 2019લોકસભા ચૂંટણી માટે ચિંતાનો વિષય બની ગઈ છે.આ હાર કદાચ લોકસભાની ચૂંટણીમાં અસર કરશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

◆APMC ચૂંટણીમાં કોણ કોણ જીત્યું
ખેડૂત વિભાગ
(1)વસાવા જાતરભાઈ ખાતરિયાભાઈ (2)વસાવા ગોવિંદભાઇ હિરજીભાઈ (3)વસાવા દેવજીભાઈ દમણિયાભાઈ (4)વસાવા ઉક્કડભાઈ ગોમભાઈ (5)વસાવા વત્સલાબેન દેવજીભાઈ (6)વસાવા નરસિંહભાઈ ડુંગરિયાભાઈ (7)વસાવા શનુભાઈ ઉમેદભાઈ (8)વસાવા વિજયભાઈ જેઠાભાઈ
બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારો
વેપારી વિભાગ
(1)શાહ ધનંજયભાઈ ગજાનંદભાઈ (2)અગ્રવાલ હેમંતભાઈ વિક્રમભાઈ (3)વસાવા હરેશ રમણભાઈ (4)વસાવા ફતેસિંગ રામજીભાઈ
સહકારી ખરીદ વેચાણ વિભાગ
(1)વસાવા સ્મિતાબેન મગનભાઈ
(2)ચૌહાણ ધર્મેન્દ્રસિંહ બલરામસિંહ

 

 

(નોંધ:આ લખાણની કોપી કરતા પેહલા અમારી પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે…વધુ સમાચાર જાણવા અમારું ફેસબુક પેજ લાઈક કરો,તમે અમને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો)

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.