The news is by your side.

નર્મદા ભાજપ સંગઠન મનસુખ વસાવાને ગાંઠતું નથી?..શુ કહેવું છે મનસુખ વસાવાનું:વાંચો એહવાલ

0 1,240

Get real time updates directly on you device, subscribe now.

“ગરૂડેશ્વર APMC ચૂંટણી બાદ ભાજપ બે જૂથમાં વેહેચાયું,ચૂંટાયેલ એક સભ્ય નર્મદા યોજનામાં નોકરી કરતો હોવાથી કાર્યવાહી કરવા ગરૂડેશ્વર APMC ચેરમેનની રજુઆત”

 

 

“ગરૂડેશ્વર APMC માં ચૂંટાયેલો સભ્ય નર્મદા યોજનામાં નોકરી કરે છે એ બાબત ફોર્મ ભરાયું એ સમયે ખબર ન્હોતી,એ સમયે કેમ રજુઆત ન કરી,ચૂંટાયા પછી આ રજૂઆતનો શુ મતલબ,હવે વિવાદ યોગ્ય નથી:મનસુખ વસાવા”

 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગરૂડેશ્વર APMCની હાલમાં જ ચૂંટણી યોજાઈ ગઈ,જેમાં નર્મદા ચેરમેન તરીકે જયંતિ તડવી અને વા.ચેરમેન તરીકે કુંદન ભીલ ચૂંટાઈ આવ્યા હતા.હવે ગરૂડેશ્વર APMC માં ચૂંટાયેલ રમેશ રામા તડવી નર્મદા યોજનાના નોકરી કરતો હોવાથી એને ચેરમેન અને વા.ચેરમેનની ચૂંટણીમાં મતદાનથી વંચિત રાખવા અને એની સામે કાર્યવાહી કરવા ગરૂડેશ્વર APMC ચેરમેન જયંતિ તડવીએ નર્મદા યોજના મુખ્ય કામ વર્તુળ કેવડિયા કોલોની સ્થિત અધિક્ષક ઈજનેરને રજુઆત કરી છે.એ મુદ્દે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ બાબતની જ્યારે ફોર્મ ભરાયું ત્યારે એમને જાણ ન્હોતી,એ સમયે કેમ રજુઆત ન કરી હવે ચૂંટાયા બાદ રજૂઆતનો શુ મતલબ,હવે વોટિંગ થઈ ગયા પછી આ વિવાદ ન હોવો જોઈએ.તો આ ચૂંટણી બાદ ભાજપ બે જૂથમાં વેહેચાઈ ગયું છે,જે આવનારા સમયમાં પાર્ટીને જ નુકશાન પહોંચાડી શકે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.મનસુખ વસાવાએ ગરૂડેશ્વર APMC ચૂંટણી મુદે નર્મદા જિલ્લા ભાજપ સંગઠનને ઠપકો આપ્યો હતો.

 

નર્મદા જિલ્લા ભાજપને મનસુખભાઈ વસાવાનો ઠપકો?

મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગરૂડેશ્વર APMC માં બન્ને પેનલો ભાજપની જ હતી,મેં નર્મદા જિલ્લા ભાજપ સંગઠનને આ ચૂંટણી બિનહરીફ કરાવવા રજુઆત કરી હતી.જો જિલ્લા ભાજપ સંગઠને કાળજી રાખી હોત તો પાર્ટીમાં આવો ઝઘડો ન થાત.સંગઠને દરમિયાનગીરી કરી બન્ને જૂથ વચ્ચે સમાધાન કરાવી એક જૂથને ચેરમેન અને બીજા જૂથને વા.ચેરમેન બનાવ્યા હોત તો પ્રશ્ન પતિ જાત,આ ચૂંટણી બિનહરીફ કરાવવાની જરૂર હતી.હવે બન્ને જૂથ આમને સામને લડ્યા એટલે પાર્ટીના જ કાર્યકર્તાઓમાં નારાજગી પેદા થાય અને મન દુઃખ રહે એવી સ્થિતિ પેદા થઈ શકે,મેં અગાઉ જવાબદાર લોકોને કીધું હતું કે આ ચૂંટણીમાં સમાધાન કરાવો પાર્ટી પાર્ટીના લોકો વચ્ચે અંદર અંદર ચૂંટણી થાય એ યોગ્ય ન કહેવાય મારા માટે બન્ને જૂથ સરખા છે.તો મનસુખ વસાવાની આ વાત પરથી એમ જરૂર કહી શકાય કે નર્મદા જિલ્લા ભાજપ સંગઠન મનસુખ વસાવાને ગાંઠતું તો નથી જ.

 

 

કોઈએ અમારી વાત નથી માની:ઘનશ્યામ દેસાઈ,પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મનસુખભાઈ વસાવાના સૂચન મુજબ ગરૂડેશ્વર APMC ચૂંટણીના ફોર્મ ભરતી વખતે જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજાએ બન્ને જૂથને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ કોઈ માન્યું ન હતું.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.