The news is by your side.

રાજપીપળા પાલિકાના પૂર્વ 4 સભ્યોને ભાજપે પ્રા.સભ્ય પદેથી દૂર કર્યા,4 સભ્યોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

0 675

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની બીજા ટર્મ માટેની ગત 14/6/2018 ના રોજ ચૂંટણી યોજાય એ પહેલા જ 13/6/2018ના રોજ ભાજપના 4 સભ્યો હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાના પાલિકા સભ્ય પદેથી રાજીનામા મંજુર કરી દેવાયા હતા જેથી જે તે સમયે ખળભળાટ મચ્યો હતો.તો બીજી બાજુ પોતાના આ રાજીનામાં બનાવટી હોવાના 4 સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો અને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જોકે આ સમગ્ર ઘટનાને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયા બાદ છેલ્લે છેલ્લે ભાજપે રાજપીપળા પાલિકાના પૂર્વ 4 સભ્યો હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાને પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર કર્યા હતા,તો એક વર્ષ બાદ આ નિર્ણય લેવા પાછળનું શુ કારણ હોય શકે.આ એક વર્ષ દરમિયાન પાર્ટીને આ 4 સભ્યોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યાનું ભાન નહિ થયું હોય,કે પછી સત્તા બચાવવા અથવા એ 4 સભ્યો રાજપીપળા પાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચાર મુદે પોતાનું આંદોલન વધુ વેગવંતુ ન બનાવે એના પ્રયાસો થયા હશે અને એ પ્રયાસોમાં ભાજપ નિષ્ફળ ગયા બાદ આ પગલું ભર્યું હશે? સહિત અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

 

નર્મદા જિલ્લા ભાજપ સંગઠન પર ગંભીર આક્ષેપ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલ તથા રાજપીપળા પાલિકાના તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલે અમારી પાસે કોરા સ્ટેમ્પ પેપર પર અમારી સહી કરાવી હતી એનો ઉપયોગ અમારા રાજીનામા તરીકે કર્યો હોવાના આક્ષેપ સાથે આ હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધવા 4 સભ્યોએ રાજપીપળા પોલીસ મથકમાં અરજી કરી હતી.રાજપીપળા પોલીસ દ્વારા આ મામલે કોઇ ગુનો ન નોંધતા કથિત બનાવટી રાજીનામા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જેમાં 2જી જુલાઈએ રાજપીપળા પોલીસે આ અરજીની તપાસ કરી જો ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરવા અથવા ગુનો ના નોંધવા અંગેનું કારણ આ 4 સભ્યોને જણાવવાનું કોર્ટે આદેશ કર્યો હતો.હવે કોર્ટના આ આદેશ બાદ 9મી જુલાઈએ રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે આ 4 સભ્યોને ભાજપના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા હતા.

પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એટલે નિર્ણય લેવાયો:રમણસિંહ રાઠોડ,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ 4 સભ્યો પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વિપક્ષ સાથે મળી ગયા હતા,જેથી પાતળી બહુમતીથી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા હતા.એ બાદ એમણે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ,મહામંત્રી તથા શહેર ભાજપ મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.તો પાર્ટી વિરુદ્ધ આવું કામ કરવા સામે અમારો સખત વિરોધ છે એ કારણે આ નિર્ણય લેવાયો છે.

ભ્રષ્ટાચાર મુદે રજુઆત કરી એનું અમને આ પરિણામ મળ્યું:હરદીપસિંહ શિનોરા

હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધીએ જણાવ્યું હતું કે અમે કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી,જેતે સમયે રાજપીપળા પાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને સમિતિઓની વહેચણી બાબતે અમે ભાજપ સંગઠનને વારંવાર રજુઆત કરી હતી,એ રજુઆત ધ્યાને ન લીધી હતી ઉપરથી એ જ કારણે અમારા ડુપ્લીકેટ રાજીનામાં મંજુર કરાયા હતા અને હાલમાં ભાજપ સભ્યપદેથી દૂર કરાયા છે.રાજપીપળા પાલિકામા વિકાસના નામેં માત્ર ભ્રષ્ટાચાર કરાયો છે,એ સંગઠન જાણતું હોવા છતાં કોઈ પગલાં નથી લેવાતા.અમારા વોર્ડમાં કોઈજ કામ થતું ન હતું,

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.