The news is by your side.

રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષને સમાવવા મુદે મનસુખ વસાવાએ શુ કહ્યું:વાંચો એહવાલ

0 1,202

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ 4 સભ્યોને પક્ષ વિરોધી કાર્ય કર્યું હોવાનું કારણ આગળ ધરી શહેર ભાજપે બરતરફ કર્યા હતા.એ બાદ એ 4 સભ્યોએ નર્મદા જિલ્લા ભાજપ સંગઠન વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને કરતા ખળભળાટ મચી ગયો હતો.તો બીજી બાજુ રાજપીપળા પાલિકા કારોબારીમાં કોંગ્રેસના 2 સભ્યોને સમાવવા મુદ્દે ભાજપ જવાબદારો સામે પગલાં લે એવી રજુઆત પણ એ 4 સભ્યોએ પ્રદેશ પ્રમુખને લેખિતમાં કરી હતી,તો આ મુદ્દે ભાજપના જ સભ્યોમાં નારાજગી વ્યાપી છે.

 

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખે ક્યાં મુદ્દે આપી નોટિસ.

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે પાલિકા કારોબારીમાં કોંગ્રેસના સભ્યોને સમાવવા મુદે રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ,રાજપીપળા પાલિકા તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલ સહિત 12 ભાજપ સભ્યોને નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે.નોટિસમાં જણાવાયું છે કે ભાજપના 12 સભ્યોએ વિપક્ષના 2 સભ્યોને કારોબારીમાં સમાવેશ કરવા ઠરાવ કર્યો હોય એવું જાણવા મળ્યું છે.ભાજપના સભ્યોએ નગરપાલિકામાં આવું કરવું પડે તેવી કોઈ જરૂર નથી.જેથી જો કોઈ આવું કૃત્ય કરશે તો એને ભાજપની અવગણના ગણી એ સભ્ય વિરુદ્ધ કડક નિર્ણય લેવો પડશે.

શુ કહેવું છે મનસુખ વસાવા અને સતીશ પટેલનું.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ બાબત મને જાણવા મળી છે,હું નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીને જાણ કરીશ.ભાજપના સભ્યો હોવા છતાં વિપક્ષના સભ્યોને લેવા એ અયોગ્ય બાબત કહેવાય.જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી સતીશ પટેલે જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષના સભ્યોને સમાવવા બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

 

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનો આમાં છૂપો આશીર્વાદ હોઈ શકે?

રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષના સભ્યોને સમાવવા મુદ્દે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ મિટિંગમાં હોવાનું જણાવી કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.તો બીજી બાજુ રાજપીપળા પાલિકાના સભ્યો જો આવો નિર્ણય લેતા હોય તો જિલ્લા પ્રમુખને પૂછ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર તો ન જ લેવાયો હોય એ હકીકત છે.પણ આ મુદ્દે મોઢા પર આંગળી મૂકી મૌન ધારણ કરનાર જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈના છુપા આશીર્વાદ હોય શકે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 

રાજપીપળા શહેર ભાજપ પ્રમુખનું હવે પાણી મપાશે

રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષને સમાવવા મુદ્દે જો નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે મૌખિક હા કહી હશે તો કોકડું ગૂંચવાશે.કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપીપળા પાલિકામાં શહેર ભાજપ પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના વહિવટ થતો હોવાની વાતો વહેતી થઈ છે.હવે છેલ્લી ઘડીએ રમણસિંહ રાઠોડે પોતાનો વિટો પાવર વાપરી સભ્યોને નોટિસ આપી છે અને એ પેહલા 4 બાગી સભ્યોને બરતરફ કર્યા છે.રાજપીપળા પાલિકા કારોબારીમાં વિપક્ષને સમાવવા મુદ્દે કદાચ જિલ્લા ભાજપ પ્રમુખની મૌખિક મંજૂરી હોય એવું માની લઈએ તો હવે શહેર ભાજપ પ્રમુખે પાલિકા સભ્યોને નોટિસ આપ્યા બાદ એમનું કેટલું ઉપજે છે એ જોવું રહ્યું.બીજું એ કે રાજપીપળા પાલિકામાં રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ જ વહીપ આપતા હોવાનું ભૂતકાળમાં બન્યું જ હતું.ત્યારે રાજપીપળા પાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અત્યાર સુધી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ જ વહીપ આપતા હોવાનું જાણવા મળ્યું છે.જો આમ જ હોય તો રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ સહિત શહેરની બોડીનો ફક્ત અને ફક્ત રબર સ્ટેમ્પ તરીકે ઉપયોગ થતો હતો એવું ચોક્કસપણે કહી શકાય.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.