The news is by your side.

રાજપીપળા પાલિકા ભાજપના પૂર્વ સભ્યોને બરતરફનો મામલો પ્રદેશ કક્ષાએ:જીતુ વાઘાણીને લેટર બૉમ્બ

0 1,117

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળા પાલિકા ભાજપના 4 પૂર્વ સભ્યો પૈકી હરદીપસિંહ શિનોરા,દત્તાબેન ગાંધી,નયનાબેન કાછીયા અને જગદીશ વસાવાને પક્ષને નુકસાન કરતું કાર્ય કર્યું હોવાનું કારણ આગળ ધરી ભાજપે પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર કર્યા હતા.એ 4 સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને લેખિતમાં નર્મદા જિલ્લા સંગઠન વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરી છે.

 

એમણે જણાવ્યું છે કે અમે રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વિપક્ષ સાથે ભળી ગયા હોવાના નક્કર પુરાવો અમને આપો.અમે તો રાજપીપળા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન પણ નથી કર્યું તે છતાં નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ અમારા બનાવટી રાજીનામાં મંજુર કર્યા હોવાથી અમે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.ભૂતકાળમાં રાજપીપળા પાલિકામાં ફક્ત ભ્રષ્ટાચાર થયો છે.એની સામે અમે આંદોલન ચલાવ્યું જેથી રાજપીપળા પાલિકાના તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલના ઈશારે અમને ખોટી રીતે પાલિકા સભ્યપદેથી દૂર કરાયા છે.

 

રાજપીપળા પાલિકામાં કારોબારીમાં જે વિપક્ષના 2 સભ્યોને સમાવાયા છે એ રાજપીપળા પાલિકાના તત્કાલીન પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ અને મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજાના ઈશારે જ કરાયું છે.એ ખરેખર પક્ષ વિરોધી કહેવાય.એ બાબતે ભાજપે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.રાજપીપળા પાલિકા કારોબારીમાં કોંગ્રેસ સભ્યોને સમાવાતા ભાજપના જ સભ્યોમાં ભારે નારાજગી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બાબતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

 

 

અમે રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચારની ફરિયાદ મુદ્દે જિલ્લા સંગઠનને જાણ કરી હતી:કમલેશ પટેલ,મહામંત્રી રાજપીપળા શહેર ભાજપ

રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે અમને આવેદનપત્ર મળ્યું છે,આ 4 સભ્યોએ જે તે સમયે રાજપીપળા પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અમને ફરિયાદ કરી હતી,એ બાબતે અમે જિલ્લા સંગઠન અને પ્રભારીને જાણ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.