The news is by your side.

ગુજરાત સરકારે બજેટમાં નર્મદા જિલ્લાને ખાસ પ્રાધાન્ય આપ્યું:જાણવા વાંચો ખાસ એહવાલ

0 637

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2019-20 માટેનું ફેરફાર કરેલું અંદાજપત્ર અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું હતું.નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે દેશ-વિદેશના પ્રવાસીઓ હાલ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓની સુવિધા વધે તથા સ્થાનિકોને પણ રોજગારી મળી રહે એ હેતુથી સરકારના એ બજેટમાં નર્મદા જિલ્લાના વિકાસ માટે 796 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોની જોગવાઈ કરાઈ છે.આમ આ બજેટમાં નર્મદા જિલ્લાને ખાસ પ્રાધાન્ય અપાયું છે.નિતીન પટેલે 2 લાખ કરોડથી વધુનું બજેટ રજૂ કરી આ બજેટને ગુજરાતની સ્થાપના પછીનું ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું

 

 

 

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના 36 ગામો અને 27 ફળિયામાં પાણી પુરવઠા યોજના માટે 45 કરોડની જોગવાઈ.CHC ગરૂડેશ્વરને અપગ્રેડ કરી સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલમાં રૂપાંતર કરવા તથા રાજપીપળા ખાતે કન્યાઓ માટે નવી આદર્શ નિવાસી શાળાની જોગવાઈ કરાઈ છે.સાથે સાથે નર્મદા પરિક્રમાના યાત્રાળુઓની વિવિધ સુવિધાઓ માટે 5 કરોડ,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વન પર્યાવરણ જાગૃતિ અને જાળવણીની વિવિધ સુવિધાઓ માટે 69 કરોડ,રાજપીપળા અને ટ્રાયબલ વિસ્તારમાં સિન્થેટીક એથ્લેટિક્સ ટ્રેક માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

 

 

 

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય એ માટે રાજપીપળા એરસ્ટ્રીપની એડવાન્સ સ્ટડી અને પ્રારંભિક કાર્યવાહી માટે 1 કરોડ,સરદાર સરોવર વોટર એરોડ્રામ માટે 5 કરોડ,રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી બાંધકામ માટે વધારાના 125 કરોડ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ માટે 260 કરોડ અને રાજપીપળા ખાતે કન્યાઓ માટે નવી આદર્શ નિવાસી શાળાની જોગવાઈ કરાઈ છે.ગરૂડેશ્વર વિયર ડેમ,ગોરા બ્રિજના બાંધકામ તેમજ પાવર હાઉસની જાળવણી માટે 247 કરોડની જોગવાઈ કરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.