The news is by your side.

રાજપીપળામાં ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમનો ફિયાસ્કો:ભાજપ પણ કોંગ્રેસની રાહ પર!

0 919

Get real time updates directly on you device, subscribe now.

 

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:પીએમ મોદીએ શનિવારે યુપીના કાશીથી ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.એ કાર્યક્રમને અનુલક્ષીને રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં અમુક ગણ્યા ગાંઠ્યા હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.લગભગ 500 ની ક્ષમતા ધરાવતા આ હોલમાં મોટે ભાગે ખાલી ખુરશીઓ દેખાતા આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે એમ કહી શકાય.એક બાજુ પીએમ મોદી યુપીના કાશીમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જંગી જનમેદનીને સંબોધતા હતા તો બીજી બાજુ એ જ કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટને રાજપીપળામાં ગણ્યા ગાંઠ્યા હોદ્દેદારો અને કાર્યકરો નિહાળી રહ્યા હતા.વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના નર્મદા જિલ્લાના કાર્યકરોમાં સદસ્યતા અભિયાન કાર્યક્રમ માટે ઉત્સાહનો અભાવ જણાઈ રહ્યો હતો.તો બીજી બાજુ આ કાર્યક્રમમાં અમુક કાર્યકરો તો ફક્ત મોઢું બતાવવા ખાતર ભાજપના હોદ્દેદારો આવી ગયા બાદ લેટ લતીફ જેવા ટેહેલતા ટેહેલતા મોડે મોડે આવ્યા હતા.નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી મોટી પાર્ટીના આવા હાલ આગામી ચૂંટણી માટે ચિંતા અને ચિંતનનો વિષય જરૂર બન્યો છે.

 

કોણ કોણ હાજર રહ્યું સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં

ગુજરાત સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુ ખાબડ,વડોદરા મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,જયંતિ તડવી,ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા,પ્રકાશ વ્યાસ,અરવિંદ પટેલ,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી કમલેશ પટેલ,ઉત્કર્ષ પંડ્યા,નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષા ગાંધી,ભારતીબેન તડવી,રાજપીપળા પાલિકા સદસ્ય કિંજલ તડવી,દક્ષાબેન પટેલ,જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અજિત પરીખ,સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ,સુનિલ પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા ઉપાધ્યક્ષ નૂરમોહમ્મદ મન્સૂરી, નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ મોહમ્મદ ખાન પઠાણ,મહામંત્રી ઈરફાન આરબ,નિરંજન વસાવા,નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનદાસ પટેલ,મહામંત્રી દિવ્યેશ વસાવા,ગરૂડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી સહિત તિલકવાડા,ગરૂડેશ્વર,ડેડીયાપાડા અને સાગબારા તાલુકા ભાજપના કાર્યકરો સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

 

 

રાજપીપળામાં ભાજપ પણ કોંગ્રેસના નકસેકદમ પર

નર્મદા જિલ્લામાં કોંગ્રેસે કોઈ પણ રજુઆત કરવી હોય તો એમના માટે ફક્ત એક જ રીતે છે અને એ છે કાર્યકરો ભેગા થાય અને આવેદનપત્ર આપે.તેઓ આવેદનપત્રની આગળ વધ્યા જ નથી.હવે વિપક્ષ આવેદનપત્ર આપે એ તો ઠીક છે પણ સત્તાધારી પક્ષ પણ જો આવેદનપત્ર આપે તો એનાથી હાસ્યાસ્પદ બીજું કંઈજ ન કહેવાય.રાજપીપળામાં ભાજપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં આવેલા મંત્રી બચુ ખાબડને ભાજપે શહેરના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે સીએમ વિજય રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર આપ્યું હતું.

 

ભાજપે રાજપીપળા સિવિલ હોસ્પિટલની ખખડધજજ હાલત તબીબોની ઘટ,રાજપીપળા શહેરની ભૂગર્ભ ગટર યોજના ઘણા વર્ષોથી બંધ પડેલી છે અને શહેરમાં નિયમિત સફાઈ થાય એ અનિવાર્ય છે.રાજપીપળા શહેરમાં છાસવારે વીજળી ડુલ થાય છે,શહેર માંથી નીકળતો રસ્તો બાયપાસ કર્યો હોવાથી રેતી ભરેલા વાહનો ઘણા અકસ્માતો કરે છે.એ તમામ પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરાઈ હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં હવે ભાજપ પણ કોંગ્રેસના નકસેકદમ ઉપર ચાલી રહ્યું છે.રાજપીપળા પાલિકામાં ભાજપની સત્તા છે તો પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે જો ભાજપે આવેદનપત્ર આપવું પડતું હોય તો પ્રજાએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે કોની પાસે જવું એ મોટો પ્રશ્ન છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.