The news is by your side.

પર્યાવરણ બચાવવા નાંદોદ કુંવરપરા સરપંચની પહેલ:ગૌચરની જમીનમાં 11000 વૃક્ષો વાવ્યા

0 160

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:આજ કાલ વિકાસના નામે દેશભરમાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નંખાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે પર્યાવરણ પર માઠી અસર પડે છે.નર્મદા જિલ્લો લીલાછમ વનરજી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો હતો.નર્મદા ડેમ,કેનલો,સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ફોરલેન રસ્તામાં હજારો વૃક્ષઓનું નિકંદન થઈ ગયું છે.હવે એની સામે જિલ્લામાં એક લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે.એ જ કારણે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગામના યુવા સરપંચ નિરંજન વસાવાએ વૃક્ષા રોપણ કરી એની માવજતનો સંકલ્પ કર્યો તો ગ્રામજનોએ પણ એ સંકલ્પને વધાવી લીધો.

હવે ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીન પચાવી પાડવાના કિસ્સાઓ પણ અવારનવાર બનતા હોય છે,એ કારણે નિરંજન વસાવાએ ગૌચર જમીન પસંદ કરી.નાનકડા કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવાએ આખું ગામ ભેગું કરી ગામની 7 એકરથી વધુ ગૌચરની જમીનમાં આખા ગામે ભેગામળીને સ્વેચ્છાએ 11000 વૃક્ષોની વાવણી કરી તમામ વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો.આ વૃક્ષોના જતન માટે બાજુના ચેકડેમ માંથી પાણી લાવી છોડને પાણી અપાશે.નિરંજન વસાવાનું એવું માનવું છે કે જો દરેક દેશવાસીઓ આવું વિચારે તો એક દિવસ એવો પણ આવશે કે દેશ ફરી પાછો લીલોછમ બની જશે.

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.