The news is by your side.

નર્મદા જિલ્લાના બાળકોએ NYK કાર્યક્રમમાં લીધેલા અનોખા શપથથી પર્યાવરણ પ્રેમ છલકાયો

0 222

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:દિવસે અને દિવસે વૃક્ષોનું છેદન વધી થઈ રહ્યું છે,જેને કારણે પર્યાવરણ પર માઠી અસર પડી રહી છે.જેથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવા નર્મદા જિલ્લાના નાનકડા ગામકુવા ગામની સ્કૂલના બાળકોએ દરરોજ એક ઘરે જઈ જઈને પર્યાવરણને કેવી રિતે બચાવી શકાય એ બાબતે જાગૃતિ લાવવાના અનોખા શપથ લેતા બાળમાનસમાં પ્રયાવરણ પ્રેમ છલકયો હતો.
નહેરુ યુવા કેન્દ્ર અને શૈશવ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ રખાયો હતો. જેમાં શાળાના બાળકોને પર્યાવરણને બચાવવા માટે જાગૃત કરાયા હતા.બાળકોએ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવાની સાથે સાથે ચિત્ર સ્પર્ધા દ્વારા વિવિધ ચિત્રો બનાવી લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.નર્મદા જિલ્લા NYK ની ટીમે બાળકોને હાથની યોગ્ય સફાઈના વિવિધ ફાયદા અને ગેરફાયદાઓ અને પણ સમજ આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં તુરંત પર્યાવરણ બચાવવા અંગે જાગૃતિ આવી હતી અને રોજે રોજ એક એક ઘરે જઈ લોકોને પર્યાવરણ બચાવી દેશને બચાવવા બાબતે જાગૃત કરવાના શપથ પણ લીધા હતા એ સાથે જ એમનામાં પર્યાવરણ પ્રેમ છલકાયો હતો.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.