The news is by your side.

રાજપીપળામાં ભગવાન શ્રી જગન્નાથજીની 27મી રથયાત્રા:જાણો યાત્રામાં વિશેષતા શુ હતી

0 953

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળામાં ભગવાન શ્રી જનગન્નાથજીની 27મી રથયાત્રા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અસાઢ સુદ બીજના દિવસે 4 જુલાઈએ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાંથી પૂજન અર્ચન આરતી બાદ દબદબાભેર ડી.જે ના તાલ સાથે સાધુ,સંતો,મહંતો  રાજકીય,સમાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોની મેદની વચ્ચે નીકળી હતી.રાજપીપળા નગરજનોએ રાધાકૃષ્ણ મંદિરેથી,લક્ષ્મીનારાયણ મંદિર,રણછોડજી મંદિર,કાછીયાવાડ,સ્ટેશન રોડ પર થઈ શહેરના રાજમાર્ગો પરથી પસાર થયેલી રથયાત્રા દરમિયાન “જય રણછોડ”ના નારાથી વાતવરણ રણછોડમય બનાવી દીધું હતું.યાત્રામા કળશ સાથે બાળાઓ તથા ભજન મંડળીઓ ડંકા,શંખનાદ સાથે સામેલ થયા હતા.રાજપીપળાના રાધા કૃષ્ણ મંદિરેથી ગુરુવારે નીકળેલી 27મી રથયાત્રાનું ઠેર ઠેર ભાવપૂર્વક નગરજનોએ સ્વાગત કર્યું હતું,ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ધોધમાર વરસાદી વાતાવરણમાં સમાપ્ત થઈ હતી. 

 

 

મુસ્લિમ આગેવાનોએ ભાઈચારના અને કોમી એકતાની ભાવનના દર્શન કરાવ્યા

રાજપીપળામાં દબદબાભેર નીકળેલી ભગવાન શ્રી જનગન્નાથની રથયાત્રાનું નર્મદા જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ મોહમ્મદખાન પઠાણ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી કોંગ્રેસના મધ્યઝોન ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરી સહિત અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ લાલટાવર વિસ્તારમાં સ્વાગત કરી મીઠાઈઓ વેહચી હતી.તથા રાજપીપળા નાગરિક સહકારી બેંક પાસે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના ઉપાધ્યક્ષ નૂરમોહમ્મદ મન્સૂરી,નર્મદા જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈરફાન આરબ,ઉપપ્રમુખ આસિફ તાઈ,શહેર ભાજપ લઘુમતિ મોરચા પ્રમુખ એડ.સાજીદ ખાન મલિક,આદિલખાન પઠાણ તથા યુસુફ કુરેશીએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.આમ મુસ્લિમ સમાજે હિન્દૂ-મુસ્લિમ ભાઈચારના દર્શન કરાવ્યા હતા.સાથે આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ વસાવા,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ,શહેર ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ,ભારતીબેન તડવી,ભાજપ મહિલા મોરચાના દક્ષાબેન પટેલ,સહકારી આગેવાનો ઘનશ્યામભાઈ પટેલ,સુનિલભાઈ પટેલ સહિત અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.

 

 

મોસાળુ વણિક સમાજના આગેવાન વિક્રમભાઈ મલાવીયાને ત્યાંથી નીકળ્યું

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા બપોરે 3 કલાકે શ્રી રાધાકૃષ્ણ મંદિર રાજપીપળાથી નીકળી ભગવાનના મોસાળમાં એટલે કે શ્રી રણછોડજી મંદિર રાજપીપળા ખાતે પહોંચી હતી,ભગવાનનું મોસાળુ વિક્રમભાઈ એમ મલાવીયાના ઘરે માલિવાડથી નીકળી શ્રી રણછોડજી મંદિર પહોંચ્યું હતું.શ્રી રણછોડજી મંદિર ખાતે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

રથયાત્રાની મૂર્તિ ગીતાબેન ત્રિવેદી તરફથી ભેટમાં મળી છે

શ્રી રથયાત્રા કાયમી સ્મારક કમિટીને શ્રી સુદર્શનજી,દેવી સુભદ્રાજી,ભગવાન શ્રી બલભદ્રજી તથા ભગવાન જગન્નાથજીની વિશાળ દર્શન મૂર્તિ રાજપીપળાના શ્રીમતિ ગીતાબેન માંગીલાલ ભટ્ટ તરફથી ભેટમાં મળી છે.

 

 

રથયાત્રાને સફળ બનાવવામાં આ લોકોનો મોટો ફાળો

રાજપીપળામાં નીકળેલી 27મી ભગવાન જગન્નાથની રથયાત્રાને સફળ બનાવવામાં ખાસ નર્મદા જિલ્લા પોલીસનો વિશેષ સહકાર રહ્યો હતો.સાથે કૌશિકભાઈ મહારાજ,પ્રકાશભાઈ વ્યાસ,નયનભાઈ પુરોહિત,કલ્પેશભાઈ,કેતનભાઈ પાઠક,કમલેશભાઈ જાની,ભાસ્કરભાઈ સોની,પ્રણયભાઈ પરીખ,ગુંજન મલાવીયા,અજિત પરીખ,કૌશલ કાપડિયા,ઉરેશભાઈ પરીખ,વિપુલ ગાંધી,તેજશભાઈ ગાંધી,દત્તાબેન ગાંધી,મનીષાબેન ગાંધી,કંદર્પ જાની,નરેન્દ્રસિંહ ભગવાનસિંહ રાવલજી,રાહુલ પટેલ સહીત અનેેેક આગેવાનોએ પોતાની સેવાઓ બજાવી હતી.

 

 

રોટરી અને રોટ્રેક્ટ કલબ દ્વારા ચાલુ વરસાદમાં 500 લિટર છાસનું વિતરણ કરાયું

રાજપીપળામાં નીકળેલી 27મી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા રોટરી અને રોટ્રેક્ટ કલબ દ્વારા ચાલુ વરસાદમાં યાત્રામાં હાજર નગરજનોને છાસનું વિતરણ કરાયું હતું.રાજપીપળા રોટરી અને રોટ્રેક્ટ કલબે લગભગ 500 લીટર છાસનું વિતરણ કર્યું હતું.

 

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.