The news is by your side.

રાજપીપળા GSL પબ્લિક સ્કૂલની માધ્યમિક અને ઉ.મા ની નોંધણી રદ્દ કરવાના હુકમથી ખળભળાટ

0 452

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગુજરાત સ્પિનર્સ ચેરીટેબલ સંચાલિત રાજપીપળા જીએસએલ પબ્લિક સ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ્દ કરતો હુકમ રાજ્ય શિક્ષણ શાખા તરફથી નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં કરાતા ખળભળાટ મચી ગયો છે,જૂન 2019ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ આ હુકમ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ દ્વિધામાં મુકાયા છે.જીએસએલ શાળા સંચાલકો અને શાળા જે મકાનમાં ચાલે છે એ મકાન માલિક પાસે ભાડા કરાર બાબતે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

 

ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સચિવે જીએસએલ સ્કૂલને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ જીએસએલ સ્કૂલને ગ્રાન્ટ નહિ આપવાની શરતે શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી.આ શાળા જે મકાનમાં ચાલે છે એ મકાન મેદાનવાળી મિલકતના ભાડા કરારના આધાર પુરાવા રજૂ કરવા નર્મદા જિલ્લા શિક્ષણાધિકરી દ્વારા આપને અવાર નવાર જણાવાયું હતું,નોંધણી સમયે જે શરતોનું પાલન કરવા જણાવાયું હતું એ કોઈ શરતોનું પાલન થયું નથી.એ ભાડા કરાર રજૂ ન કરાતા આખરે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એ મામલે રાજ્ય શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરાયો હતો.તો એ રિપોર્ટના આધારે નિયમોનું પાલન ન થતા જીએસએલ સ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નોંધણી રદ્દ કરી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 31(10) ની જોગવાઈ મુજબ એક માસની અંદર રાજ્ય શિક્ષણ વિભાગમાં અપીલ પણ કરી શકશે.તો હવે આવનારા સમયમાં શાળા અપીલ કરે છે કે કેમ અને શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે સંચાલકો કયું પગલું ભરશે એ તો સમય બતાવશે.

 

બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ બગડવા નહિ દઈએ:ડો.નિપા પટેલ,ડીઇઓ નર્મદા

આ બાબતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.નિપા પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો છે.શાળા અપીલ કરે છે કે નહીં એ એમનો પ્રશ્ન છે પણ જો સમયગાળામાં જો અપીલ નહિ કરે તો બાળકોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાશે,એમનું ભવિષ્ય અને શિક્ષણ નહિ બગડે.

 

અમે આ નિર્ણયને કોર્ટમાં પડકારીશું:હિમાંશુ રોય,સંચાલક જીએસએલ સ્કૂલ રાજપીપળા

આ બાબતે રાજપીપળા જીએસએલ સ્કૂલના સંચાલક હિમાંશુ રોયે જણાવ્યું હતું કે આ બાબતે અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં અપીલ કરીશું,સાથે સાથે કોર્ટમાં જઈને સ્ટે મેળવવા માટે શાળા તરફથી ચક્રો ગતિમાન કરાયા છે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.