The news is by your side.

રાજપીપળાના પોષ્ટકર્મી હસમુખભાઈ માનવતા ભર્યું કાર્ય કર્યું:એક કર્મચારીની નોકરી પણ બચી

0 1,892

Get real time updates directly on you device, subscribe now.

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:રાજપીપળાની SBI ની મુખ્ય શાખાના કર્મચારીથી પોસ્ટ ઓફિસના પેમેન્ટમાં 90 હજાર વધારે ભૂલથી આપી દેતા પોસ્ટ વિભાગના કર્મચારીએ નાણાં પરત કરી માનવતા ભર્યું કાર્ય કર્યું હતું.આ કાર્યને SBI ના કર્મચારીઓએ વધાવી લીધુ હતું.પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાની પોસ્ટ ઓફિસમાં કેશ ઓવર ફિયર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ.કે.પરમાર પોસ્ટના નાણાં ઉપાડવા SBIમાં ગયા હતા,એમણે 6.5 લાખ રૂપિયા ઉપાડ્યા અને પરત પોસ્ટ ઓફિસ ખાતે જતા રહ્યા હતા.

 

જ્યા તેમને પોતાના લોકરમાં કેશ મુકતા બીજી વાર ચેક કર્યું ત્યારે તેમને ખબર પડી કે 6.5લાખની જગ્યાએ બેન્કના કર્મચારીએ વધારાના 90 હજાર મળી કુલ 7.40 લાખ આપી દીધા છે.હવે હસમુખભાઈ ચાહત તો એ વધારાના રૂપિયા પોતાની પાસે રાખી શકત,એ બેંક કર્મચારીને 90 ભોગવવાનો વારો આવે તો એની કેવી હાલત થાય એમ વિચારી હસમુખ પરમારે SBI બેંકમાં જઈ જે કેશિયરે તેમને નાણાં આપ્યા હતા એ વિજયભાઈને શોધી તેમણે 90 હજાર રૂપિયા પાછા આપ્યા હતા.જો કદાચ હસમુખભાઈ એ વધારાના રૂપિયા ન આપત તો બેંક કર્મીએ પોતાના ખિસ્સાના રૂપિયા પણ ભરવા પડત અને જો એમ ન કરત તો કદાચ એમની નોકરી પણ જાત,તો હસમુખભાઈ એ પોતે કરેલા કાર્યથી અન્ય એક કર્મચારીની નોકરી પણ જરૂર બચાવી છે એમ જરૂર કહી શકાય.SBIના કર્મચારીઓએ હસમુખભાઈના માનવતા ભર્યા કાર્યને વધાવી તેમનો આભાર માન્યો હતો. 

 

 

જોકે આ બાબતે હસમુખભાઈએ જણાવ્યું હતું કે બે ત્રણ દિવસ પહેલા જ બેંકના કર્મચારીથી 1 લાખનું પેમેન્ટ વધુ અપાઈ ગયું.જોકે એ વ્યક્તિએ પરત ના અપાતા બિચારા કર્મચારીએ ભરવા પડ્યા હતા.ભૂલ કોઈથી પણ થાય પણ આપણા અંગત સ્વાર્થ ખાતર કોઈને મુશ્કેલીમાં મુકવા જોઈએ નહિ જો મેં આ રૂપિયા લઇ લીધા હોત તો મને ફાયદો ચોક્કસ થાય પણ કુદરતને શુ જવાબ આપું.જે નાણાંથી બેકના કર્મચારી મુશ્કેલીમાં મુકાય તેની આંતરડી કેટલી કકડે.હું એમ પણ માનવતાવાદી જીવન જીવવા ટેવાયેલો છું એટલે પરત આપી દેવા પડે.હૂતો સમાજને પણ કહું છું કોઈનું ખોટું લેવાની ટેવ ના રાખો આખરે મહેનતનું હશે એજ ટકશે.

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.